Only Gujarat

Gujarat

ટ્રક નીચે મુસાફરો ભરેલી આખે આખી રીક્ષા દબાઈ ગઈ ને નીકળી ગયો કચ્ચરઘાણ

ઔધોગિક શહેર ગાંધીધામમાં આજે સોમવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ ઝોન તરફ જતી એક ટ્રક છકડો રિક્ષા ઉપર ચડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 65 વર્ષીય ગંગાબેન કરશનભાઇ શ્રીમાળી નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

40 વર્ષીય રીક્ષા ચાલક અનવર આમદ કુંભારને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં ઘાયલ લોકોને ઉપસ્થિત લોકોએ ક્રેનની મદદ વડે બહાર લાવી 108 એમબ્યુલન્સ મારફતે ઈલાજ માટે ખસેડાયા છે.

જો કે રિક્ષામાં કુલ કેટલા લોકો સવાર હતા તેની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે. શહેરના કાર્ગો માર્ગ પર આવેલી બાપા સીતારામ મઢી પાસે સર્જાયેલા આ અકસ્માતના પગલે લોકોની ભારે ભીડ જમા થઈ જવા પામી હતી.

આજે સવારે ગાંધીધામ શહેરથી ઝોન તરફ આગળ જતી રીક્ષા ઉપર પાછળથી આવતી ટ્રક ચડી ગઈ હતી અને મુસાફરો સાથેની રિક્ષા ટ્રક તળે દબાઈ ગઈ હતી. આ અંગે પોલીસના સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિને ભારે ઈજાઓ પહોંચી છે. કુલ કેટલા લોકો રિક્ષામાં સવાર હતા તેની તપાસ શરૂ કરાઇ છે.

You cannot copy content of this page