Only Gujarat

National

વિદેશી યુવતીનું દેશી છોકરા પર આવી ગયું દીલ, સસરાએ મૂકી આ શરત પણ…

પ્રેમની કોઈ ભાષા, ઉંમર, રંગ, જાતિ કે સીમા નથી. વેલેન્ટાઈન ડેના થોડા દિવસ પહેલાં દિલ જીતી લે તેવી લવ સ્ટોરી સામે આવી છે. મધ્ય પ્રદેશમાં ગ્વાલિયરના હિંદુ યુવકે મોરોક્કોની મુસ્લિમ યુવતી સાથે રજીસ્ટર્ડ મેરેજ કર્યા છે. બંનેના પ્રેમ સંબંધની જાણ થતા પરિવારમાં અણબનાવ થયા પરંતુ યુવકે યુવતીના ધર્મને ન બદલવાનુ તેના પિતાને વચન આપ્યુ. તો આ તરફ યુવતીએ પોતાના પ્રેમ માટે પોતાનો દેશ છોડી દીધો. બંનેએ હાલમાં કોર્ટ મેરેજ પણ કરી લીધા છે.

સોશિયલ મીડિયા પર પહેલીવાર મળ્યા
ગ્લાલિયરનો અવિનાશ ક્યારેય મોરોક્કો નથી ગયો કે મોરોક્કોની ફાદવા લૈલમાલી ક્યારેય ભારત આવી નથી. આ બંને સોશિયલ મીડિયા પર મળ્યા અને તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. એકબીજાથી હજારો કિલોમીટર દૂર રહેતા કપલે બાકીની જિંદગી સાથે રહેવાનું નક્કી કર્યું.

સસરાએ શરત મૂકી હતી
અવિનાશ ફાદવા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો અને આ માટે તે બે વખત તેના પરિવારને મળવા માટે મોરોક્કો પણ ગયો. શરુઆતમાં ફાદવાના પિતા અલી લૈલમાલીએ લગ્ન માટે ચોખ્ખી ના પાડી દીધી. તેમણે અવિનાશ સામે એક શરત મૂકી કે જો મારી દીકરી સાથે મેરેજ કરવા છે તો તારે અહીં મોરોક્કો આવીને રહેવું પડશે.

સસરાની સામે અવિનાશે પણ શરત મૂકી
આ વાત સાંભળીને અવિનાશે પોતાના વિચાર ના બદલ્યા. તેણે ફાદવાના પિતાને કહી દીધું કે, હું ક્યારેય મારો ધર્મ નહીં બદલું કે મારો દેશ પણ નહીં છોડું. તમારી દીકરીને પણ ધર્મ બદલવા માટે ક્યારેય દબાણ નહીં કરું. અવિનાશ અને ફાદવાના પ્રેમ આગળ તેના પિતાનું કઈ ના ચાલ્યું અંતે તેઓ લગ્ન માટે માની ગયા. બંનેએ બુધવારે ADM કોર્ટમાં રજીસ્ટર્ડ મેરેજ કર્યા. થોડા સમય પછી બંને હિંદુ વિધિથી પણ લગ્ન કરશે.

 

You cannot copy content of this page