Only Gujarat

National

95 વર્ષના ગામડાના દાદીમાનું ડ્રાઇવિંગ જોઈને મોંમાં નાખી દેશો આંગળા!

તમે ક્યારેય 90થી વધુ વર્ષની મહિલાને સાડી પહેરીને કાર ચલાવતા જોયા છે? 95 વર્ષીય રેશમબાઈ જે રીતે કાર ચલાવે છે, જાણે કોઈ અનુભવી ડ્રાઈવર હોય. આ ઉંમરમાં તેમણે પૌત્રી પાસેથી માત્ર 3 મહિનામાં કાર ડ્રાઇવિંગ શીખી લીધું હતું. સામાન્ય રીતે યુવાનો જ ટુ વ્હીલર તથા ફોર વ્હીલર ચલાવે છે. આ રીતે દાદીનું ડ્રાઇવિંગ જોવાલાયક છે.


મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાથી અંદાજે 7 કિમી દૂર બિલાવલી ગામમાં 95 વર્ષીય રેશમબાઈ ગજબની કાર ચલાવે છે. રેશબાઇ એન્ડ્રોઇડ ફોન ચલાવવાની સાથે સાથે ગાયને ચારો પણ નાખે છે. 10 વર્ષ પહેલાં તેઓ ટ્રેક્ટર પણ ચલાવતા હતા. આ ઉંમરેય તે પોતાનું તમામ કામ જાતે કરે છે. સવારે તૈયાર થઈને પૂજાપાઠ કરે છે અને પછી મંદિર જાય છે. મંદિરથી સીધા ખેતરે જાય છે. તેમને 4 દીકરા ને 2 દીકરીઓ છે. તમામના લગ્ન થઈ ગયા છે. રેશમબાઈ દાદી, નાની તથા સાસુનું કર્તવ્ય નિભાવે છે.


ત્રણ મહિનામાં કાર ચલાવતા શીખ્યાઃ પૌત્રીને કાર ચલાવતા જોઈને રેશમબાઈએ દીકરાઓને કાર શીખવાની ઈચ્છા પ્રગટ કરી હતી. મોટા દીકરા નારાયણ સિંહ તંવરે કહ્યું હતું કે મમ્મીને અનેક વાર સમજાવ્યું કે તે કાર ના ચલાવે, પરંતુ તે માન્યા નહીં. પછી નાના ભાઈ સુરેશ સિંહે ડ્રાઇવિંગ શીખવ્યું હતું. નારાયણે કહ્યું હતું કે પરિવારના અન્ય લોકોને મોબાઈલ ચલાવતા જોઈને તેમને ટચ સ્ક્રીન મોબાઈલ ચલાવતા શીખવું હતું અને તેમને એન્ડ્રોઇડ ફોન લાવી આપ્યો હતો.


મુખ્યમંત્રી શિવરાજસિંહે પણ રેશમબાઈનો કાર ચલાવતી વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો છે. નારાયણે આગળ કહ્યું હતું કે તેની મમ્મી છેલ્લાં 10-15 દિવસથી કાર ચલાવે છે. તે જ્યારે પણ કાર ચલાવે ત્યારે નાનો દીકરો સુરેશ સાથે હોય છે.


પરિવારમાં 4 વહુઓ, 4 દીકરાઓ, પૌત્ર-પૌત્રીઓને ડ્રાઇવિંગ આવડે છે. દાદીની લગન તથા ડ્રાઇવિંગ પ્રત્યેનો પ્રેમ જોઈને પરિવારે ડ્રાઇવિંગ લાઈસન્સ માટે અરજી આપે છે.

You cannot copy content of this page