Only Gujarat

Bollywood

ટીવીના ‘જમાઈ રાજા’નું આલીશાન ઘર, તસવીરો જુઓ બારથી લઈને ગલેરીનો મનમોહક નજારો

મુંબઈઃ વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને લોકોના મોત પણ થઈ રહ્યા છે. સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાકી 31 મે સુધી દેશમાં લૉકડાઉન લાગુ કર્યું છે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ તેમના ઘરમાં કેદ છે. સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. આ દરમિયાન ટીવીની મોસ્ટ પોપ્યુલર સિરીયલ ‘જમાઈ રાજા’ના એક્ટર રવિ દુબેના મુંબઈના ફ્લેટના ફોટો સામે આવ્યા છે.

રવિ દુબે અને તેની પત્ની સરગુન મહેતાએ થોડાં સમય પહેલાં જ પોતાની મહેનતથી મુંબઈમાં એક આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. આ ઘર ખૂબ જ સુંદર છે.

સરગુને આ ઘરના દરેક ખૂણાને જાતે શણગાર્યો છે.રવિ દુબે અને સરગુને તેમના ઘરના એન્ટ્રીમાં એક મોટો બાર બનાવ્યો છે.

આ ઉપરાંત ઘરમાં બાલકનીમાંથી દરિયાનો સુંદર નજારો જોઈ શકાય છે. ઘરમાં સરગુની પસંદની વસ્તુ છે. પડદાથી લઈ ડેકોર સુધીની દરેક વસ્તુ તેમને પોતાની પસંદથી ખરીદી છે.

રવિ અત્યાર સુધી 40 બ્રાન્ડ્સનો ચહેરો બની ચૂક્યો છે. તેમણે થોડાં મહિનાઓ પહેલાં જ બીએમડબ્લ્યૂ એક્સ કાર ખરીદી છે.

રવિનો જન્મ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં થયો છે. તે ગુંડગાવ ભણવા માટે આવ્યા હતા, પણ તેમનો પરિવાર અહીં નહોતો રહેતો. તે પત્ની સરગુન સાથે મુંબઈ રહે છે.

આ કપલના ઘરમાં એક રૂમ જેટલો મોટો મેકઅપ રૂમ છે, જ્યાં ઘણીવાર સરગુન અને રવિ ફોટોશૂટ કરાવે છે.રવિ ટીવીના જાણીતા એક્ટર છે અને સરગુન અત્યારે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.

You cannot copy content of this page