Only Gujarat

Bollywood

આટલી નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ હતી અક્ષય કુમારની પહેલી એક્ટ્રસ

મુંબઈઃ સાઉથ, તમિલ,અને તેલુગુ ફિલ્મની અભિનેત્રી શાંતિપ્રિયાએ અક્ષય કુમારની સાથે 1991માં આવેલી ફિલ્મ ‘સૌગંધ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષયે એક ગરીબ છોકરાનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ વધુ ફ્લોપ રહી હતી પણ શાંતિપ્રિયા અને અક્ષય કુમારને ખૂબ જ ફાયદો થયો હતો. જોકે, અત્યારે સોશિયલ મીડિયામાં શાંતિપ્રિયા વિશે એક ચર્ચા ચાલી રહી છે કે, તે કોન્ટ્રોવર્શિયલ શૉ ‘બિગ બોસ 14’માં જોવા મળી શકે છે. શાંતિપ્રિયાએ ખુદ બિગબોસમાં આવવા માટે કેટલીક વાતો શેર કરી છે.

શાંતિપ્રિયાએ એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું છે કે, ‘આ સૌથી વધારે પસંદ કરતો શૉ છે. એવામાં કોણ બિગબોસ જેવા પ્લેટફોર્મનો ભાગ બનવા માગશે નહીં. હું પણ પાર્ટિશિપેટ કરવા માગુ છું.’ ઉલ્લેખનીય છે કે, શાંતિપ્રિયાએ સાઉથની ફિલ્મોની સાથે બોલિવૂડની ફિલ્મમાં પણ કામ કર્યું છે. તે છેલ્લાં 26 વર્ષથી ફિલ્મની દુનિયાથી દૂર છે.

શાંતિપ્રિયાએ જે વર્ષે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું, તેના 8 વર્ષ પછી એટલે કે 1999માં તેમણે એક્ટર સિદ્ધાર્થ રે સાથે લગ્ન કર્યા હતાં. સિદ્ધાર્થ રેએ ‘વંશ’ અને ‘બાજીગર’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004માં 40 વર્ષના સિદ્ધાર્થને મેજર હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું. શાંતિપ્રિયા અને સિદ્ધાર્થને બે બાળકો છે.

સિંગલ પેરેન્ટ્સ તરીકે શાંતિપ્રિયાને બાળકોના પાલનપોષણમાં ખૂબ મુશ્કેલી આવી હતી. જોકે, તેમના ભાઈ, મા અને મોટી બહેન ભાનુપ્રિયાએ તેમનો દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો હતો. આ દરમિયાન તે કેટલીક સિરીયલ અને ફિલ્મમાં નાના-મોટા રોલ પણ કરતી હતી.

શાંતિપ્રિયાના પતિ સિદ્ધાર્થ રે વી. શાંતારામના પૌત્ર હતા. તેમણે 1992માં ફિલ્મ ‘વંશ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તે ‘તિલક’ અને ‘મિલેટ્રીરાજ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થને વધારે લોકો ફિલ્મ ‘બાજીગર’માં તેમના દમદાર રોલ માટે ઓળખે છે. જેમાં તેમણે કાજોલના દોસ્ત અને ઇન્સપેક્ટર કરણ સક્સેનાનો રોલ પ્લે કર્યો હતો. તેમના પર ફિલ્માવવામાં આવેલું સોન્ગ ‘છુપાના ભી નહીં આતા’ ખૂબ જ પોપ્યુલર થયું હતું.

શાંતિપ્રિયાની પહેલી હિન્દી ફિલ્મ ‘સૌગંધ’ ફ્લોપ રહી, પણ તેમને બોલિવૂડમાં કામ મળતું રહ્યું હતું. બોલિવૂડ પહેલા શાંતિપ્રિયા તમિલ, કન્નડ અને તેલુગુ ભાષાઓની ફિલ્મમાં એક્ટિવ હતા. ખાસ વાત છે કે, ‘સૌગંધ’ ફ્લોપ થયા છતાં પણ શાંતિપ્રિયાને ‘ફૂલ ઓર અંગાર’ (1993), ‘વીરતા’ (1993) અને ‘ઇક્કે પે ઇક્કા’ (1994) જેવી અનેક ફિલ્મોમાં કાર્યું હતું.

શાંતિપ્રિયા ફેસમ સાઉથ ઇન્ડિયન અને બોલિવૂડ એક્ટ્રસ ભાનુપ્રિયાની બહેન છે. 1983થી સાઉથ ઇન્ડિયન સિનેમામાં એક્ટિવ ભાનુપ્રિયાએ ‘દોસ્તી દુશ્મની’ (1986), ‘ઇન્સાફ કી પુકાર’ (1987), ‘ખુદગર્ઝ’ (1987), ‘કસમ વરદી કી’ (1989) અને ‘ભાભી’ (1991) જેવી બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

શાંતિપ્રિયાએ ‘માતા કી ચૌકી’ અને ‘દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ’ જેવી સિરીયલ્સમાં પણ કામ કર્યું છે. અત્યારે તેમને તમિલ ફિલ્મો અને સિરીયલ્સમાં સપોર્ટિંગ રોલ કરતાં જોઈ શકાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page