Only Gujarat

Bollywood

અમિતાભની સામે જ જયા બચ્ચને ગુસ્સામાં આવીને રેખાને જાહેરમાં ફડાકા ઝીંકી દીધા હતા

મુંબઈઃ અમિતાભ બચ્ચન તથા રેખા સ્ટારર ફિલ્મ ‘રામ બલરામ’ને હાલમાં જ 40 વર્ષ પૂરા થયા હતા. આ ફિલ્મ 28 નવેમ્બર, 1980ના રોજ થઈ હતી. આ ફિલ્મમાં બિગ બી-રેખા ઉપરાંત ધર્મેન્દ્ર તથા ઝિન્નત અમાન પણ હતા. ફિલ્મને વિજય આનંદે ડિરેક્ટ કરી હતી. જોકે, બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ જ સમયગાળામાં અમિતાભ બચ્ચન તથા રેખા વચ્ચેનો પ્રેમ પૂરબહારમાં ખિલ્યો હતો. ગુસ્સામાં જયા બચ્ચન આ જ ફિલ્મના સેટ પર ગયા હતા.

પરિણીત ને બે સંતાનોના એવા બાપ અમિતાભ તથા રેખા એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. જોકે, બિગ બીએ આ અંગે ક્યારેય કોઈ વાત કરી નહોતી. રેખા ઘણીવાર અમિતાભ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. એક સમય એવો પણ આવ્યો જયા આ બધી વાતોને કંટ્રોલ કરી શકી નહીં. એવી ચર્ચા હતી કે ફિલ્મના સેટ પર જયા બચ્ચન પોતાને સંભાળી ના શકી અને તેણે જાહેરમાં જ રેખાને તમાચો ચોડી દીધો હતો.

‘રામ બલરામ’માં અમિતાભ તથા રેખા સાથે કામ કરે તેમ જયા ઈચ્છતી નહોતી. આથી જ જયાએ રેખાને બદલે ઝિન્નત અમાનને લેવા માટે પ્રોડ્યૂસરને મનાવી લીધા હતા. અલબત્ત, રેખાને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે ડિરેક્ટર વિજય આનંદનો સંપર્ક કર્યો હતો અને આ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. પ્રોડ્યૂસરને તેણે મફતમાં કામ કરવાની ઓફર કરી હતી. આ વાતને કારણે પ્રોડ્યૂસરે તરત જ રેખાને સાઈન કરી લીધી હતી.

જયાએ પતિ અમિતાભને રેખા સાથે કામ કરવાની ના પાડી હતી. જોકે, અમિતાભે આ વાત માની નહોતી અને તેમણે રેખા સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન જયા સેટ પર આવી હતી. આ સમયે અમિતાભ તથા રેખા એકબીજા સાથે વાત કરતા હતા. જયા આ દૃશ્ય જોઈ ના શકી અને તેણે અમિતાભની સામે જ રેખાને થપ્પડ મારી દીધી હતી. આ જોઈને તમામ લોકો શોક્ડ થઈ ગયા હતા.

એક ઈન્ટરવ્યૂમાં જ્યારે જયાને રેખા તથા અમિતાભ વચ્ચેના સંબંધો અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે એવો જવાબ આપ્યો હતો કે જો આ વાત સાચી હોત તો તે તેની પાસે ના હોત.

You cannot copy content of this page