Only Gujarat

Bollywood FEATURED

બાળપણમાં ભીખ માંગીને પેટનો ખાડો પૂર્યો, કાદરખાનનો રડાવી દેતો સંઘર્ષ

ચાહે કૉમેડી હોય કે વિલનનો કિરદાર, બોલીવુડની અનેક હિટ ફિલ્મોમાં દમદાર અદાકારીનો જલવો વિખરનાર કાદર ખાનનો 83મો જન્મદિવસ ઉજવાયો. 300થી વધુ ફિલ્મોમાં કામ કરનાર કાદર ખાને 250થી વધુ ફિલ્મોમાં ડાયલોગ્સ પણ લખ્યા. વર્ષ 2019માં પદ્મશ્રી મેળવનાર કાદર ખાન 9 વાર ફિલ્મફેર માટે નૉમિનેટ થયા. 2018માં દુનિયાને અલવિદા કહેનાર કાદર ખાનનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વિત્યું હતું.

ભીખ માંગીને ચલાવ્યું ગુજરાન
કાદરની પહેલા તેમના પરિવારમાં 3 દીકરા થયા હતા પરંતુ તમામ 8 વર્ષના થાય તે પહેલા મરી જતા હતા. કાદરના જન્મ પહેલા તેમના માતા ડરી ગયા કે તેમની સાથે પણ એવું ન થાય. ત્યારે તેણે અફઘાનિસ્તાનથી ભારત આવવાનું નક્કી કર્યું અને મુંબઈમાં ધારાવીમાં આવીને વસી ગયા.

કાદર જ્યારે એક વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા. જે બાદ તેઓ બાળપણમાં ડોંગરી જઈને એક મસ્જિદ પર ભીખ માંગતા હતા. દિવસમાં જે પૈસા મળતા હતા તેનાથી ગુજરાન ચાલતું હતું. એક ઈન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, અઠવાડિયામાં ત્રણ દિવસ તે એને તેમના માતા ખાલી પેટ સુઈ જતા હતા.

આટલી જ ઉંમરમાં તેઓ પહેલીવાર કામ પર જવાના હતા ત્યારે માતાએ તેમને રોકીને કહ્યું કે, આ 3-4 પૈસા કમાવાથી કાંઈ નહીં થાય. અત્યારે તૂ માત્ર અભ્યાસ કર બાકીની મુસીબતો હું જોઈ લઈશ. કાદરે માતાની સલાહ માની અને તેમને સ્કૂલમાં દાખલ કર્યા.

કાદરને બાળપણથી જ લોકોની નકલ કરવાની આદત હતી. જ્યારે માતા નમાજ માટે મોકલતા ત્યારે બંક મારીને કબ્રસ્તાનમાં જઈને બે કબર વચ્ચે બેસીને પોતાની સાથે જ વાતો કરતા ફિલ્મ ડાયલૉગ્સ બોલતા હતા. ત્યારે જ એક શખ્સ તેમને દિવાલની આડમાં ઉભા રહીને જોતા હતા. તે હતા અશરફ ખાન. જેઓ એ સમયે ડ્રામા કરતા હતા અને તેમને એક નાટકમાં 8 વર્ષના બાળકની જરૂર હતી. તેમણે કાદરને નાટકમાં કામ આપ્યું.

દિલીપ કુમારે આપ્યો મોકો
કાદર અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. તેણે મુંબઈને ઈસ્માઈલ યુસુફ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. જે બાદ તેણે સિવિલ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તે મુંબઈના એક એન્જનિયરિંગ કૉલેજમાં લેક્ચરર હતા. એકવાર તેઓ ભણાવી રહ્યા હતા ત્યારે તેના કૉલેજમાં દિલીપ કુમારનો ફોન આવ્યો. તેમણે કાદર ખાન પાસે ઈચ્છા વ્યક્ત કરી તે તેઓ તેનો ડ્રામાં જોવા માંગે છે. કાદરે તેમની સામે બે શરતો રાખી. એક તેઓ ડ્રામા શરૂ થવા પહેલાના 20 મિનિટ પહેલા આવશે અને બીજું તેમણે આ પ્લે આખો જોવો પડશે. આ પ્લે જોઈને દિલીપે કાદરને બે ફિલ્મો માટે સાઈન કરી લીધા.

1973થી કરી હતી ફિલ્મોમાં શરૂઆત
1973થી તેમણે યશ ચોપરાની ફિલ્મ દાગથી કરિયરની શરૂઆત કરી 1970 અને 80ના દશકમાં તેમણે અનેક ફિલ્મોની કહાનીઓ લખી. આ સિવાય તેમણે ‘અદાલત’, પ’રવરિશ’, ‘દો ઔર દો પાંચ’, ‘યારાના’, ‘ખૂન કા કર્ઝ’, ‘દિલ હી તો હૈ’, ‘કુલી નં 1’ , ‘તેરા જાદૂ ચલ ગયા’, ‘કિલ દિલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. છેલ્લે તેઓ 2015માં આવેલી ફિલ્મ ‘હો ગયા દિમાગ કા દહી’માં નજર આવ્યા હતા.

અમિતાભ સાથે કરી 21 ફિલ્મો
અમિતાભ અને કાદરે ‘દો ઔર દો પાંચ’, ‘અદાલત’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘સુહાગ’, ‘કાલિયા’, ‘શહંશાહ’, ‘હમ’ સહિત 21 ફિલ્મોમાં અભિનેતા અથવા ડાયલૉગ સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કામ કર્યું. 21 ડિસેમ્બર, 2018મા દિવસે તેમનું કેનેડામાં નિધન થયું. તેમને પ્રોગ્રેસિવ સુપ્રા ન્યૂક્લીયર પાલ્સી ડિસઑર્ડર થઈ ગયો હતો.

You cannot copy content of this page