Only Gujarat

Bollywood FEATURED

84 વર્ષીય ધરમપાજી માયાનગરીની ચમકદમકથી દૂર અહીંયા જીવે છે એકલવાયું જીવન

મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ એક્ટર 84 વર્ષીય ધર્મેન્દ્ર હવે ફિલ્મી દુનિયાથી દૂર છે. બોલિવૂડમાં તે હી મેન તરીકે લોકપ્રિય છે. વર્ષ 1997માં વિશ્વના ટોપ 10 સૌથી હેન્ડસમ પુરુષોમાં તેમનું નામ સામેલ હતું. એકથી ચઢિયાતી એક ફિલ્મ આપનાર ધર્મેન્દ્ર નાનપણથી હીરો બનવા માગતા હતા. ગ્લેમરની ચમકદમકથી તેઓ આકર્ષાયા હતા. જોકે, હાલમાં તો ધર્મેન્દ્ર આ માયાનગરીથી દૂર એકાંતમાં જીવન જીવી રહ્યાં છે.


પંજાબના લુધિયાણાના નાનકડાં ગામ નસરાલીમાં ધર્મેન્દ્રનો જન્મ થયો હતો. જાટ પરિવારમાં જન્મેલા ધર્મેન્દ્ર નાનપણથી જ એકદમ હટ્ટાકટ્ટા હતા. 19 વર્ષની ઉંમરમાં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યાં હતાં. આ સમયે તેઓ બોલિવૂડમાં આવ્યા નહોતા. પ્રકાશ કૌર તથા ધર્મેન્દ્રને બે દીકરા તથા બે દીકરીઓ છે.


ધર્મેન્દ્રે ફિલ્મમાં થોડો સમય સંઘર્ષ કર્યો હતો અને પછી બોલિવૂડમાં તેમના નામની બોલબાલા બોલાતી હતી. તેમણે હેમા માલિની સાથે જોડી જમાવી હતી. ફિલ્મી પડદાની આ જોડી રિયલ લાઈફમાં એકબીજાને પ્રેમ કરવા લાગી હતી. પ્રકાશ કૌરે પતિને ડિવોર્સ આપવાની ના પાડી દીધી અને તેથી જ હેમા તથા ધર્મેન્દ્રે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને બીજા લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી ધર્મેન્દ્રને બે દીકરીઓ છે.


બે લગ્ન કરનાર 84 વર્ષીય ધરમપાજી લોનાવાલા સ્થિત પોતાના ફાર્મહાઉસમાં એકલા રહે છે. અહીંયા ઓર્ગેનિક ખેતી કરે છે. તેમના તબેલામાં અનેક ગાયો તથા ભેંસો છે. મુંબઈની લક્ઝૂરિયસ તથા ભાગ દોડ ભર્યાં જીવનથી દૂર ફાર્મહાઉસમાં ધર્મેન્દ્રને શાંતિ મળે છે.


એક ઈન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રે કહ્યું હતું કે તે જાટ છે અને જાટ જમીનને પ્રેમ કરે છે. તે પોતાના ખેતરને પ્રેમ કરે છે. તે ખેતી કરીને ખુશ છે અને તે ઓર્ગેનિક ખેતી કરવા માગે છે.

You cannot copy content of this page