Only Gujarat

Bollywood FEATURED

કયા અભિનેતાની ભત્રીજી દાદાનો હાથ પકડીને રસ્તા પર ચાલતી જોવા મળી, આ પહેલા નહીં જોઈ હોય તસવીરો

મુંબઈ: બોલિવુડ અભિનેતા જોન અબ્રાહમ હંમેશા પોતાના કામ અને પ્રોફેશનલ લાઈફને કારણે જ ચર્ચામાં રહેતો હોય છે. જોન અબ્રાહમ કોઈ દિવસ પોતાની પર્સનલ લાઈફ અંગે વાત કરતો નથી પરંતુ પોતાના પરિવાર સાથે જોડાયેલી ઘણી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકે છે. જોન પરિણીત છે એ અંગે પણ ખૂબ ઓછા લોકો જાણતાં હશે.

હાલમાં જ જોનના ભાઈ અલાનની દીકરીની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં તે પોતાના દાદા એટલે કે જોન અબ્રાહમના પિતા સાથે જોવા મળી હતી. ફોટોગ્રાફર યોગેન શાહે સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરીને આ સમગ્ર માહિતી આપી હતી. સોશિય મીડિયામાં વાયરલ થયેલી તસવીરમાં જોનના ભાઈની પુત્ર પિંક ટી-શર્ટ અને બ્લૂ શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે. જેમાં તે ખૂબ ક્યૂટ લાગે છે.

જોનના ભત્રીજી બીજી તસવીરો પણ સામે આવી છે. જેમાં તે પોતાના દાદાનો હાથ પકડીને રસ્તા પર ચાલતો જોવા મળ્યો છે. આ સાથે જ જેનેલિયા ડિસુઝા અને તેનો પુત્ર પણ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જોને 3 જાન્યુઆરી 2014ના રોજ પ્રિયા રૂંચાલ સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો. પ્રિયા ફાઈનાન્શિયલ એનાલિસ્ટ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે. મૂળ મેક્લોડગંજની પ્રિયા NRI છે. જોન અને પ્રિયાની મુલાકાત 2010માં મુંબઈમાં થઈ હતી ત્યારબાદ બંનેનું અફેર શરૂ થયું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page