Only Gujarat

Bollywood

બોલિવૂડના કયા સેલેબ્સ માસ્ક પહેરીના મુંબઈના રસ્તાઓ પર મળ્યા જોવા, જુઓ તસવીરો

મુંબઈઃ કોરોના વાઇરસ દરમિયાન દેશમાં અનલૉક 2 લાગૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મંદિર, મોલ્સ અને ઓફિસ ખુલી ગયાં છે. સામાન્ય લોકોની જેમ બૉલિવૂડ સેલેબ્સ પણ ઘરની બહાર નીકળી રહ્યાં છે. બૉલિવૂડ સેલેબ્સ મુંબઈમાં અલગ અલગ જગ્યાએ સ્પોટ થયાં છે. પ્રેગ્નન્ટ કરીના કપૂર તેમની પ્રેગ્નન્સીના એનાઉસમેન્ટ પછી પહેલી વાર ફ્રેન્ડ અમૃતા અરોરાને મળવા તેમના ઘરે પહોંચી હતી. કરીના સાથે તેમના પતિ સૈફ અલી ખાન પણ હતાં. કરીના-સૈફ ઉપરાંત મલાઇકા અરોરા પણ એક સાથે જોવા મળ્યા હતાં.

કરીના મોડી રાતે ફ્રેન્ડ અમૃતા અરોરાના એપાર્ટમેન્ટ નીચે સ્પૉટ થઈ હતી. આ દરમિયાન તે વગર મેકઅપે હતી અને તેમની આંખ નીચે કાળા ડાઘા જોવા મળી રહ્યાં હતાં.

કરીનાએ વ્હાઇટ કલરની પાતળી સ્ટ્રિપવાળી હાફ ટી-શર્ટ અને જિન્સ પહેર્યું હતું. તેમને ચહેરા પર માસ્ક પણ પહેર્યું હતું.

કરીનાએ ફોટોગ્રાફરને પોઝ આપ્યો અને હાથ હલાવી દરેકનું અભિવાદન પણ કર્યું.

આ દરમિયાન સૈફ વ્હાઇટ કુર્તા અને જીન્સમાં જોવા મળ્યો. તેમના હાથમાં એક લાલ કલરનું બેગ પણ જોવા મળ્યું.

કરીના-સૈફ સાથે મલાઇકા અરોરા પણ સ્પૉટ થઈ. મલાઇકા પણ વગર મેકઅપે જોવા મળી. તેમના ચહેરા પર માસ્ક અને માથા પર કેપ પહેરી હતી.

રણબીર કપૂર ડિરેક્ટર લવ રંજનની ઑફિસ બહાર જોવા મળ્યો હતો.

શ્રદ્ધા કપૂર યલો ડ્રેસમાં કારમાં બેસેલી જોવા મળી હતી.

રણબીર કપૂર ચહેરા પર માસ્ક અને બ્લૂ કલરના શર્ટમાં સ્પૉટ થયો હતો.

નેહા ધૂપિયા જોગિંગ કરતી જોવા મળી હતી.

ચાર્મી કૌર તેમના ડૉગી સાથે સ્પૉટ થઈ હતી.

જિમની બહાર પૂજા હેગડે સ્પૉટ થઈ હતી.

રાજકુમાર રાવ તેમના ડૉગી સાથે જોવા મળ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page