Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડની આ એક્ટ્રેસિસે મુસ્લિમ ધર્મ અપનાવ્યો પછી કર્યાં હતાં લગ્ન

હાલનાં દિવસોમાં દેશમાં લવ જેહાદ અને ધર્માંતરણ વિરોધી કાયદાને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ભાજપ શાસિત રાજ્યોએ લવ જેહાદની વિરુદ્ધ કાયદાને લાવવા માટેનો નિર્ણય લીધો છે. જેથી આંતર ધાર્મિક લગ્નને રોકી શકાય. આંતર ધાર્મિક વિવાહ અને ધર્માંતરણને લઈને સરકાર કેટલી સફળ રહેશે તે તો સમય જ જણાવશે પરંતુ હિન્દી સિનેમાંની એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે સમાજ અને ધર્મની ચિંતા કર્યા વગર જેને પ્રેમ કર્યો તેની સાથે લગ્ન કર્યા છે. એટલું જ નહી લગ્ન માટે તેમણે ધર્મ પણ બદલ્યો છે. આજે અમે તમને બોલીવુડની જ એવી કેટલીક હિરોઈનો વિશે જણાવીશું.

શાહરૂખ ખાન અને ગૌરી
આ બૉલીવુડનું સૌથી સુંદર કપલ છે. શાહરૂખ ખાન મુસ્લિમ અને ગૌરી હિંદુ બ્રાહ્મણ પરિવાપમાંથી છે. શાહરૂખ અને ગૌરી ઘણા સમયથી લગ્ન કરવા માટે તૈયાર હતા. પરંતુ અલગ-અલગ ધર્મ હોવાને કારણે તેમના બંનેનાં ઘરનાં લોકો રાજી ન હતા. શાહરૂખે ગૌરીનાં ઘરનાં લોકોને મનાવવાનાં ઘણા પ્રયાસો કર્યા હતા અને પછી એક દિવસ તેઓ તેનાં ઘરનાં લોકોને મનાવવાનાં પ્રયાસોમાં સફળ રહ્યા હતા. શાહરૂખ ખાન અને ગૌરીએ 26 ઓગષ્ટ 1991નાં રોજ કોર્ટમાં લગ્ન કર્યા હતા. બાદમાં તે બંનેનાં લગ્ન પણ થયા હતા જેમાં ગૌરીનું નામ આયેશા રાખવામાં આવ્યુ. નિકાહ પહેલાં ગૌરીએ ધર્મ પરિવર્તન કર્યુ હતુ. તો તે બાદ તે બંનેનાં 25 ઓક્ટોબર 1991નાં રોજ બંનેનાં હિંદુ રીવાજો મુજબ લગ્ન થયા હતા.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહ
બોલિવૂડના આ સ્ટાર કપલના હવે તલાક થઈ ગયા છે, પરંતુ અભિનેત્રી અમૃતા સિંહે પણ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા માટે ધર્મની દિવાલ તોડી હતી. અમૃતા સિંહ શીખ ધર્મની હતી, પરંતુ તેણે સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. જે પછી સૈફ અલી ખાન અને અમૃતા સિંહે વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2004 માં તેમના છૂટાછેડા થઈ ગયા.

શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્કડ
તે બંનેની ગણતરી નાના પડદાના પ્રખ્યાત અને દિગ્ગજ કલાકારોમાં થાય છે. દીપિકા કક્કરે વર્ષ 2018 માં શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા હતા. તેણે પરણવા માટે ધર્મ પરિવર્તન પણ કર્યો. હવે તેની ઓળખ દીપિકા શોએબ ઇબ્રાહિમ તરીકે થાય છે. શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્કડની લવ સ્ટોરીની શરૂઆત ટીવી સીરિયલ ‘સસુરલ સિમર કા’ ના સેટથી શરૂ થઈ હતી.

મન્સુર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોર
અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે પ્રખ્યાત અને દિગ્ગજ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહી હતી. આ બંનેની લવ સ્ટોરીના કિસ્સાઓ આજે પણ સાંભળવા મળી રહ્યા છે. શર્મિલા ટાગોરે મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.

સુનીલ દત્ત અને નરગિસ દત્ત
તે તેના સમયના હિન્દી સિનેમાની એક શાનદાર જોડી હતી. અભિનેતા સુનિલ દત્ત સાથે લગ્ન કરવા નરગિસે ક્યારેય તેના મુસ્લિમ ધર્મને આડે આવવા દીધો ન હતો. નરગિસે માત્ર હિન્દુ રિવાજો સાથે જ લગ્ન કર્યા ન હતા, પરંતુ હિન્દુ ધર્મ પણ અપનાવ્યો હતો. તેણે પોતાનું નામ બદલીને નિર્મલા દત્ત રાખ્યું હતુ.

ફરહાન આઝમી અને આયેશા ટાકિયા
આયેશા ટાકિયા હવે ફિલ્મોથી દૂર છે તેણીએ વોન્ટેડ, સોચા ના થા અને ડોર સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીના પિતા હિન્દુ અને માતા એંગ્લો-ભારતીય છે. આયેશા ટાકિયાએ ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે જે મુસ્લિમ છે. તેણીએ લગ્ન માટે મુસ્લિમ ધર્મ પણ અપનાવ્યો છે. ફરહાન આઝમી રેસ્ટોરન્ટનો માલિક છે.

You cannot copy content of this page