Only Gujarat

Bollywood FEATURED

રેમો ડિસોઝાનો આ લુક જોઈને તમને લાગશે જોરદાર આંચકો, ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

મુંબઈઃ કોરિયાગ્રાફરથી ડાયરેક્ટર બનેલા રેમો ડિસોઝા પોતાના કામની સાથે સાથે લૂક્સને લઇને પણ જાણીતા છે. તેમની હેરસ્ટાઇલ ડ્રેસિંગ સેન્સ અને સૂઝ બધુ જ ચર્ચામાં રહે છે. પરંતુ હવે તો રેમો ડિસોઝા નવા અવતારમાં જ નજર આવ્યા. તેમના બોલ્ડ લૂકની ભારે ચર્ચા થઇ રહી છે. નોંધનીય છે કે રેમો ડિસોઝાના પિતા જામનગરમાં હતાં અને રેમો જામનગરની ગલીઓમાં મોટો થયેલો છે.

રેમો ડિસોઝાનો બોલ્ડ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતો. તેમનું આ શોકિંગ ટ્રાન્સફોર્મેશન ચર્ચાનો વિષય બન્યો છે. રેમોએ ઇન્સ્ટાગ્રામ પર બાલ્ડ લૂકથી લઇને અનેક અલગ-અલગ લૂક શેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે રેમો હંમેશાથી જ પોતાના વાળની સાથે એક્સપેરિમેન્ટ કરતાં આવ્યા છે. તેમણે પોતાના વાળને લાંબા પણ રાખ્યા છે અને નાના પણ રાખ્યા છે.

વર્ક ફ્રંટ પર રેમો પોતાની હિપ હોપ ડાન્સ સ્ટાઇલને કારણે ફેમસ થયા. તેમની કોરિયોગ્રાફી ખુબ જ પસંદ કરવામાં આવે છે. રિયાલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ રેમો ડિસોઝા માટે ખુબ જ હિટ સાબિત થયો.

રેમોએ બોલીવૂડમાં ડિરેક્ટર તરીકે પોતાની કિસ્મત અજમાવી, તેમણે ‘F.A.L.T.U’, ‘ABCD’, ‘રેસ 3’ અને ‘સ્ટ્રીટ ડાંસર 3ડી’ જેવી ફિલ્મો બનાવી છે.

હાલમાં જ રેમો ડીસૂજા રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ 5’ને જજ કરતાં નજર આવ્યા.

ઇન્સ્ટાગ્રામમાં રેમોએ શેર કરેલી તસવીર.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page