Only Gujarat

Bollywood

‘રેફ્યુજી’ ફિલ્મને યાદ કરીને ભાવુક થયો અભિષેક, કહ્યું-20 વર્ષ ટકી રહેવું અકલ્પનીય લાગે છે

મુંબઈઃ કરિના કપૂર અને અભિષેક બચ્ચનની ડેબ્યુ ફિલ્મ ‘રિફ્યૂઝી’ને 20 વર્ષ પૂરાં થઈ ગયા છે. આ સાથે જ બોલિવૂડમાં અભિષેક બચ્ચન અને કરીના કપૂરના બે દશક પૂરા થયા છે. આ અવસરે અભિષેક બચ્ચને એક ઇમોશનલ પોસ્ટ પણ લખી છે. ઉલ્લેખનીય છે કે, ડેબ્યુ ફિલ્મમાંથી અભિષેક બચ્ચન ભલે કરીનાના હીરો હોય, પણ સેટ પર કરીના તેમને જીજૂ કહીને બોલાવતી હતી.

અભિષેક બચ્ચનની બહેન શ્વેતા નંદાના લગ્ન કરીના કપૂરના ફઈ રિતુ નંદાના દિકરા નિખિલ સાથે થયાં હતાં. બંનેના લગ્ન દરમિયા કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન નજીક આવી ગયા હતાં.

ફિલ્મ, ‘રેફ્યુઝી’ના શૂટિંગ દરમિયાન કરિશ્મા કપૂર ઘણીવાર સેટ પર અભિષેક બચ્ચનને મળવા આવતી હતી. આ દરમિયાન કરીના અભિષેકને ‘જીજૂ’ કહીને બોલાવતી હતી.

‘રિફ્યુઝી’ના બે વર્ષ પછી એટલે કે 2002માં અમિતાભ બચ્ચન 60માં બર્થડે પર અભિષેક અને કરિશ્માની સગાઈની જાહેરાત કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, સગાઈના બે મહિના પછી આ સંબંધ તૂટી ગયો હતો.

બંને સ્ટાર પરિવારોની સગાઈ તૂટવાનું કારણ ક્લિયર નથી, પણ આ સગાઈ તૂટવા માટે બબિતા કપૂરને જવાબદાર માનવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ, બબિતા તેમની સુપરસ્ટાર દીકરી કરિશ્મા કપૂરનાં લગ્ન સ્ટ્રલિંગ એક્ટર સાથે કરાવવા ઇચ્છતા નહોતા.

અભિષેક બચ્ચને તેમની ડેબ્યુ ફિલ્મ ‘રેફ્યુજી’ને યાદ કરતાં લખ્યું કે, ‘તમારી પહેલી ફિલ્મ તમારા માટે હંમેશા સૌથી પ્યારી અને ખાસ હોય છે. ‘રેફ્યુજી’ પણ અલગ નહોતી. એક ન્યૂકમર બીજુ કંઈ માગતો નથી. જે. પી. સાહેબ સારા શિક્ષક હતા. તે મારા માટે સારસંભાળ અને માર્ગદર્શન કરનારી તાકાત હતાં.’

અભિષેક બચ્ચને વધુમાં લખ્યું કે, ‘પાછળ વળીને જોવાનું અને 20 વર્ષને ગણવા કોઈ આશીર્વાદથી ઓછું નથી. કોઈ પણ એક્ટર તે વાત જાણે છે કે, આ ફિલ્મ બનાવવાની તક મળવી એક ખૂબ જ મોટું સન્માન છે. 20 વર્ષ સુધી ટકી રહેવું અકલ્પનીય જેવું લાગે છે. જોકે, તે બધું મારા પરિવાર વિના સંભવ નહોતું.’

અભિષેક બચ્ચને તેમના પરિવાર વિશે કહ્યું કે, ‘તે મારી પ્રેરણા, મારી તાકાત અને મારા અસ્તિત્વનું કારણ છે. જ્યારે તેમને મારું કોઈ પર્ફોમન્સ સારું નહોતું લાગતું ત્યારે તેઓ મને જણાવતા અને જ્યારે સારું લાગતું ત્યારે મને પ્રેમ પણ આપતા હતા. હું તેમના કારણે છું અને જાણુ છું કે, જ્યારે તે પાછું વળીને જોશે ત્યારે તેમને મારા પર ગર્વ થશે.’

અભિષેકે લખ્યું, ‘આ લાંબી યાત્રાનો આ સૌથી સારો ભાગ છે કે, મને એવો અહેસાસ થાય છે કે અત્યારે શરૂઆત કરી રહ્યો છું. હજુ ઘણું સાબિત કરવાનું બાકી છે. મારે હજુ ખૂબ જ દુર સુધી જવાનું છે અને મારામાં હવે ધીરજ છે નહીં.’ ઉલ્લેખનીય છે કે, અભિષેક બચ્ચને ફિલ્મ ‘રેફ્યુજી’માં એક ઇન્ડિયન એજન્ટનો રોલ પ્લે કર્યો હતો, જે કરીનાના પરિવારને ભારતથી પાકિસ્તાન પહોંચાડે છે. આ સફરમાં તેને કરીના સાથે પ્રેમ થઈ જાય છે.

You cannot copy content of this page