Only Gujarat

FEATURED National

પતિના નિધન બાદ મહિલાએ ચાલું કર્યું સેક્સ રેકેટ, વ્હોટ્સએપ પરથી ગ્રાહકોને આપતી સેવા

ગાઝિયાબાદઃ શહેરના સાહિબાબાદના શાલીમાર ગાર્ડન વિસ્તારમાં સ્થિત એક ફ્લેટમાં રેડ પાડી પોલીસે સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો હતો. રેડ દરમિયાન દેહવ્યાપારમાં સામેલ 8 યુવતીઓ અને 7 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.


પોલીસે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે આરોપીઓ આ ધંધામાં ઘણા સમયથી સામેલ હતા. અહીં રહેતી એક મહિલા દૂરના વિસ્તારોમાંથી યુવતીઓ લાવતી અને મેકઅપ બાદ તેમને દિલ્હીમાં દેહ વ્યાપાર માટે સપ્લાઈ કરતી હતી. આ સેક્સ રેકેટનો ધંધો ઘણા સમયથી ચાલી રહ્યો હતો.

આ સેક્સ રેકેટ વ્હોટ્સએપ અને સોશિયલ મીડિયા થકી ચલાવવામાં આવતું હતું. દેહ વ્યાપાર માટે અહીં શાલીમાર ગાર્ડન વિસ્તારના એક કોમ્પ્લેક્ષના ફ્લેટમાં યુવતીઓને રાખવામાં આવી હતી. અહીં તેમના ગ્રાહકો આવતા હતા. અહીં યુવતીઓને સેક્સ વ્યાપાર માટે બહાર પણ મોકલવામાં આવતી.

આ મામલે ગાઝિયાબાદના સીઓ મહિપાલ સિંહે કહ્યું કે, એક મહિલા બહારના વિસ્તારમાંથી યુવતીઓ લાવી સેક્સ રેકેટ ચલાવતી હોવાની સૂચના મળી હતી. પોલીસે રેડ પાડી તો ફ્લેટની અંદર 8 યુવતીઓ અને 7 યુવકો હતા. આ તમામ દેહવ્યાપારના ધંધામાં સામેલ હતા. પોલીસે તમામની ધરપકડ બાદ કેસ દાખલ કરી જેલમાં મોકલ્યા છે. આ સેક્સ રેકેટની માસ્ટર માઈન્ડ એક મહિલા છે.

સેક્સ રેક્ટની માસ્ટર માઈન્ડ મહિલાના પતિનું મોત ઘણા સમય પહેલા થઈ ચૂક્યું છે. મહિલાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, તે પોતાના બાળકોના અભ્યાસ અને પરિવારનું ગુજરાન ચલાવવાની મજબૂરીમાં આ ધંધામાં આવી. પોલીસે તમામની પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

You cannot copy content of this page