Only Gujarat

Bollywood FEATURED

દેશના ટોચના વકીલમાંથી એક સતીશ માનશિંદે લડી રહ્યા છે રિયાનો કેસ, ફી અંગે કંઈક આપ્યો આવો જવાબ

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું રહસ્ય હજી હલ નથી થયું અને આ મામલો અત્યંત હાઈપ્રોફાઇલ બની ગયો છે. આ કેસની તપાસથી સંબંધિત દરેક પાસા પર લોકોની નજર છે. આ જ કારણ છે કે થોડા સમય પહેલા રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનશીંદેની ફી અંગે ઘણી ચર્ચા થઈ હતી અને સોશ્યલ મીડિયા પર એવું પણ કહેવામાં આવ્યું હતું કે રિયા ચક્રવર્તી જેવી સામાન્ય અભિનેત્રીને સતિષ જેવા હાઈપ્રોફાઇલ વકીલની ફી કેવી રીતે પરવડી શકે છે? તાજેતરમાં જ રિયાના વકીલે આ મુદ્દે ખાનગી મીડિયા સાથે વાતચીત કરી હતી.

સતિષ માનશીંદેએ કહ્યું- છેલ્લા થોડા સમયથી મને અને મારા ક્લાયન્ટને ફી માટે મીડિયા અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ ખૂબ જ અનિવાર્ય અને ખોટી વાત છે. ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે હું તેમનો કેસ ફ્રી માં લડી રહ્યો છું, પણ આ વાત સાચી નથી.

ફીનો મામલો મારો અને મારા ક્લાયન્ટ વચ્ચેનો છે અને સોશિયલ મીડિયા પર જે રીતે મારા પર સતત અટેક કરવામાં આવી રહ્યા છે, તેના માટે હું તે મીડિયા હાઉસને એટલું જ કહેવા માંગુ છું કે તમે ખુશ રહો.

આ અગાઉ સતીશે સુશાંત કેસ અંગે બનેલી તબીબી ટીમની રચના અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું- ‘સુશાંત કેસની તબીબી ટીમનું નેતૃત્વ કરનારા એઈમ્સના ડોક્ટર સુધીર ગુપ્તા દ્વારા ફોટોગ્રાફ્સના આધારે 200 ટકા ખુલાસાની વાત એક ખતરનાક ટ્રેન્ડ છે. તપાસને નિષ્પક્ષ અને છેડછાડ મુક્ત બનાવવા માટે સીબીઆઈએ નવું મેડિકલ બોર્ડ બનાવવું જોઈએ.

માનશીંદે સંજય દત્ત અને સલમાન ખાનનો કેસ લડી ચૂક્યા છે
જણાવી દઈએ કે, માનશિંદે એક પ્રખ્યાત ક્રિમિનલ વકીલ છે અને તે બોલિવૂડ સર્કલમાં ખૂબ લોકપ્રિય છે. અહેવાલો અનુસાર, 1993માં મુંબઇ બ્લાસ્ટ કેસમાં માનશીંદે સંજય દત્તના બચાવ પક્ષના વકીલ હતા અને દત્તને જામીન અપાયા હતા.

સંજય દત્ત જ નહીં, માનશીંદે સલમાન ખાનને પણ એક કેસમાં જામીન અપાવી ચૂક્યા છે. અહેવાલો અનુસાર, સલમાનના ડ્રંક એન્ડ ડ્રાઇવ કેસમાં માનશીંદેએ તેને જામીન અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page