Only Gujarat

FEATURED National

દસ વર્ષથી માટી વગર જ ઘરમાં ઉગાડે છે ફળો અને શાકભાજી, જાણો કેવી રીતે બન્યું આ શક્ય?

પૂણેઃ શું આપ ગાર્ડનિંગના શોખીન છો? શું આપની પાસે ગાર્ડર્નિગ કરવા માટેની જગ્યા નથી?. શું આપ શાકભાજી, ફળોનું ઉગાડવાનો શોખ ધરાવો છો? તો નીલા રેનાવિકર આપને માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. નીલા માટી વિના ઘરના ટેરેસ પર શાકભાજી-ફળો ઉગાડે છે. આપ વિચારતા હશો કે માટી વગર કેવી કોઇ વનસ્પતિ ઉડી શકે? પરંતુ નીલાએ આ કરી બતાવ્યું છે. પૂણેમાં રહેતી નીલા છેલ્લા દસ વર્ષની શાકભાજી ફળો આ જ રીતે તેમની છત પર ઉગાડે છે. નીલા વ્યવસાયે અકાઉન્ટન્ટ છે અને તે મેરાથોન રનર પણ રહી ચૂકી છે. નીલાએ તેમની ઘરની છતના 450 સ્કેવર ફીટ એરિયાને એકદમ ખેતર જેવું બનાવી દીધું છે. જયાં તે ફળ,ફુલ અને શાકભાજીની ખેતી કરે છે.

કંઇક આ રીતે ઉગાડે છે શાકભાજી: ફળ અને શાક ઉગાડવા માટે નીલા માટીનો ઉપયોગન નથી કરતી. નીલા કિચન વેસ્ટનો ઉપયોગ કરે છે. એટલે કે તે સૂકાયેલા પાન અને ગોબરનો ઉપયોગ કરીને કમ્પોસ્ટ તૈયાર કરે છે અને તેમાં જ છોડ લગાવે છે. કમ્પોસ્ટમાં પાનના કારણે માટી વિના પણ ભીનાશ રહે છે. આ કારણથી છોડ તરોતાજા અને સ્વસ્થ રહે છે. નીલાના જણાવ્યા મુજબ આ કામ માટે થોડી મહેનત અને થોડા સમયની જરૂર રહે છે.

ઇન્ટરનેટના માધ્યમથી લીધું જ્ઞાનઃ નીલાએ માટી વિના ગાર્ડનિંગ કરવાની માહિતી ઇન્ટરનેટ પરથી મેળવી હતી. તેમણે આ માટે યૂટૂયૂબ પર વીડિયો જોયો અને બનાવવાનું શરૂ કર્યું. એક છોડને ઉગાડવા માટે કંઇ કંઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ વગેરે બાબતો સમજીને તેમણે આ પ્રયોગ શરૂ કર્યો. કમ્પોસ્ટ બનાવવા માટે તેમણે સૂકા પાન, ડાળખી, ગોબરનું એક ડબ્બામાં મિશ્રણ ભેગું કર્યું. આ રીતે એક મહિનામાં ખાતર તૈયાર થઇ ગયું.

ફેસબુક પર આપે છે ખેતી સાથે જોડાયેલ ટિપ્સઃ નીલાના ગાર્ડનમાં 100 ડબ્બા છે. જેમા તે અલગ અલગ રીતના ફુલ અને શાકભાજી ઉગાડે છે. તેમના ગાર્ડનમાં તૈયાર થયેલા ફળો અને શાકભાજીને તે તેમના મિત્રોમાં પણ વહેંચે છે. આટલું જ નહીં નીલાએ તેમના મિત્રો સાથે મળીને ફેસબુક પર ઓર્ગેનિક ગાર્ડનનું એક ગ્રૂપ પણ બનાવ્યું છે. જેમાં 30 હજાર લોકો જોડાયા છે. આ ગ્રૂપ દ્રારા તે ઓર્ગેનિક ગાર્ડનિંગની ટિપ્સ આપે છે.

આ રીતે કરી હતી શરૂઆતઃનીલાએ પહેલી વખત કમ્પોસ્ટ નાખીને એક બાટલીમાં કાકડીની બીજ રોપ્યાં. 40 દિવસ બાદ બાટલીમાં લગાવેલા છોડમાંથી 2 ખીરા તૈયાર થયા. ત્યારબાદ નીલાનો ઉત્સાહ વધ્યો તેમણે ટામેટા, મરચા, બટાટા બધું જ ઉગાડવાનું શરૂ કર્યું. નીલાએ જણાવ્યું કે, માટી વિનાની ખેતીના ત્રણ ફાયદા છે. આમાં કીડા નથી પડતા. બીજું નકામું ઘાસ નથી ઉગતું. ત્રીજો ફાયદો એ છે કે કમ્પોસ્ટથી માટી કરતા છોડને વધુ પોષણ મળે છે.

You cannot copy content of this page