Only Gujarat

National TOP STORIES

કોઈકે લીધા 71 લાખ તો કોઈકે 42 લાખ, આ લાંચખોર અધિકારીઓના ઘરેથી મળી વૈભવી વસ્તુઓ

જયપુરઃ રાજસ્થાનમાં ACB દ્વારા મોટાપાયે કાર્યવાહી કરવામા આવી રહી છે. જેના કારણે અધિકારીઓથી લઈ નેતાઓ સુધી તેની પકડમાં આવી રહ્યાં છે. સૌથીવધુ લાંચ RAS ઈન્ટરવ્યૂ માટે લેવામા આવી હતી. જુલાઈમાં કાર્યવાહીમાં 51 લાંચિયા અધિકારીઓની ધરપકડ કરવામા આવી હતી. જેમાં 10 મોટી કાર્યવાહી એવી રહી છે જેમાં 71 લાખ રૂપિયા જેટલી લાંચ સાથે અધિકારીઓેને પકડવામા આવ્યા હતા. જેમાં એક મોટા આઈઆરએસ અધિકારી પણ સામેલ છે. એસીબીના ડીજી બીએલ સોની તથા એડીજી દિનેશ એમએમના ડિરેક્શન હેઠળ થતી કાર્યવાહી વધીને બમણી થઈ ગઈ.

1 જાન્યુઆરીથી 31 જુલાઈ 2020 સુધી એસીબીએ 149 ફરિયાદ નોંધી હતી. જેમાં 262 લાંચિયાઓ ટ્રેપમાં ફસાયા હતા. જ્યારે 2021માં 388 ફરિયાદ મામલે મુખ્યાલય સ્તરે અનુસંધાન પૂર્ણ થવા પર નિર્ણય લેવાઈ ચૂક્યો છે. જે પછી આ વર્ષે 174 ફરિયાદમાં કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્પોરેટર વતી લાંચ લેતા લોકોને ACB એ 2 લાખ સાથે પકડ્યા હતા. જે પછી કોર્પોરેટર અને તેની પત્ની સહિતના લોકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ. સજ્જન સિંહ ગુર્જરને 1 લાખ રૂપિયાની લાંચ અને અન્ય 22 લાખ ડમી નોટ સાથે ACB એ પકડ્યો હતો.

આરોપી વિક્રમ સિંહ અને અન્યને ભાઈના મોત બાદ ક્લેમ પાસ કરાવવા માટે 1 લાખ રૂપિયાની લાંચ મામલે પકડવામા આવ્યા હતા. આરોપી ડો. શશાંક યાદવને 16.32 લાખ સાથે પકડવામા આવ્યા હતા. જ્યારે આરોપી રમેશ સિંહને 1.5 લાખ સાથે પકડવામા આવ્યા હતા. જ્યારે દુર્ગાલાલ જાટની 2 લાખની લાંચ સાથે ધરપકડ કરવામા આવી હતી.

આપોપી સોહન લાલની 5 લાખની લાંચ લેતા સમયે ધરપકડ કરવામા આવી હતી. આરોપી જોગીરામની આરએએસ ઈન્ટરવ્યૂમાં સારા માર્ક ના અપાવી શકવા પર લાંચની રકમ પરત કરાતા સમયે સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન 19.95 લાખની રકમ સાથે ધરપકડ કરવામા આવી હતી.

1 જુલાઈએ ACB દ્વારા આવકથી વધુ સંપત્તિ મામલે 3 અધિકારીઓના ઘણા જીલ્લામાં 14 સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં ACB ની ટીમને જયપુરમાં નિર્મલ ગોયલના 3 લોકરમાંથી 5.55 લાખ રૂપિયા મળ્યા હતા, 1.385 કિલો સોનું, 6 લાખનો ડાયમંડ સેટ, 1.40 લાખની ચાંદી મળી. બીજા લોકરથી 3.55 લાખ રૂપિયા, 36 લાખ રૂપિયાની કિંમતનું 735 ગ્રામ સોનું, 2.40 લાખનો ડાયમંડ સેટ તથા 100 ગ્રામ ચાંદી મળી હતી. આ ઉપરાંત વિદેશ યાત્રા, ક્લબ મેમ્બરશિપ, રોયલ એન્ફિલ્ડ, 2 ટ્રેક્ટર સહિતની સંપત્તિના પુરાવા મળ્યા હતા.

એક દિવસ અગાઉ જ તેમના ઘરેથી દારૂની 23 બોટલ, 2000 ડૉલર-245 યુરો, 2.27 લાખ રૂપિયા, 2 વૈભવી કારસ 2 પ્લોટ્સ સહિતની સંપત્તિ મળી હતી. ડીટીઓ મનિષ શર્માના ઘરેથી પત્નીના નામે 4 લક્ઝરી બસના પેપર મળ્યા હતા. આ ઉપરાંત એનફિલ્ડ બાઈક, કાર, વિદેશ યાત્રાના પુરાવા, લેપટોપ, કેમેરા, એપલ ફોન સહિતની સંપત્તિ અને ડોક્યુમેન્ટ્સ કબ્જે કરાયા હતા.

જોધપુરમાં પીઆઈ પ્રદીપ શર્માના લોકરમાંથી 11 લાખનું સોનું મળ્યું હતું. ક્ષેત્રીય પ્રદૂષણ અધિકારી હંસરામ કસાનાને ACB એ 1.60 લાખ રૂપિયા સાથે પકડ્યો હતો. આ સાથે તેમના ઘર સહિતના સ્થળેથી 40 લાખ રોકડા, 6 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને કરોડો રૂપિયાના કિંમતી દસ્તાવેજ મળ્યા હતા.

You cannot copy content of this page