Only Gujarat

FEATURED National

ત્રણેય વહુઓ હતી સગી બહેનો, સાસુમાથી એવી કંટાળી કે બનાવી નાખી ખૌફનાક યોજના અને…!

જોધપુરઃ રાજસ્થાનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં 3 વહુઓએ સાથે મળી પોતાની વૃદ્ધ સાસુની હત્યા કરી હતી. જે પછી ત્રણેય વહુઓએ સાસુના નિધનને આત્મહત્યા ગણાવી હતી. મહિલાઓએ જે રીતે આ હત્યાની યોજનાને પાર પાડી તે જોઈ પોલીસ પણ ચોંકી હતી.

આ કારણે કરી સાસુની હત્યા: તમામ લોકોને ચોંકાવનારી આ ઘટના જોધપુર જીલ્લાના રામદેવનગરના હરલાયા ગામમાં 28 ઓગસ્ટે ઘટી હતી. પરંતુ આ મામલે ખુલાસો મંગળવારે (પહેલી સપ્ટેમ્બર) પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થયો. પોલીસની પૂછપરછમાં ત્રણેય વહુઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. ત્રણેય વહુઓ રોજ થતા પારિવારિક વિવાદના કારણે કંટાળીને સાસુની હત્યાની યોજના બનાવી હતી.

ત્રણેય મહિલાઓ બહેનો છેઃ ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલાની ત્રણેય વહુઓ એકબીજાની બહેનો છે. જેમાં બે સગી બહેનો અને એક પિતરાઈ બહેન છે. ત્રણેયના નામ પ્રેમી, ઓમા તથા પિન્ટૂ છે. ત્રણેય પોતાની સાસુ 62 વર્ષીય કમલા દેવીના વારંવાર ટોકવાના કારણે કંટાળી હતી. ઘરમાં રોજ કોઈને કોઈ કારણોસર વિવાદ થતો હતો અને તેનાથી છૂટકારો મેળવવા માટે મહિલાઓએ પોતાની સાસુની હત્યા કરી હતી. 28 ઓગસ્ટની રાતે ત્રણેય વહુઓએ પહેલા પોતાની સાસુની ગળું દબાવી હત્યા કરી અને પછી તેને આત્મહત્યા તરીકે દર્શાવવા મૃતદેહ પંખા પર લટકાવી દીધો હતો.

પોલીસથી બચવા બનાવી હતી આ યોજનાઃ સાસુની હત્યા કર્યાના બીજા દિવસે ત્રણેય મહિલાઓએ પોલીસને જાણ કરી ઘટના સ્થળે બોલાવ્યા. તેમણે પોલીસને જણાવ્યું કે, તેમના સાસુએ રાતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પરંતુ પોલીસને ત્રણેય બહેનો પર શંકા થતા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો. રિપોર્ટમાં ખુલાસો થયો કે મહિલાનું મોત ફાંસો લગાવવાના કારણે નહીં પરંતુ ગળુ દબાવવાના કારણે થયું હતું.

You cannot copy content of this page