Only Gujarat

Bollywood FEATURED

જેક્લીન ફર્નાન્ડિસ ત્રણ-ત્રણ મહિના સલમાન ખાન સાથ રહેતી હતી, અચાનક જ છોડી દીધું ઘર!

મુંબઈઃ જેકલીન ફર્નાંન્ડિસ જ્યારથી લૉકડાઉન શરૂ થયું ત્યારથી જ સલમાન ખાનના પનવેલમાં આવેલા ફાર્મહાઉસમાં હતી. પરંતુ હવે અહેવાલો આવી રહ્યા છે કે જેકલીને સલમાન ખાનનું ફાર્મહાઉસ છોડી ચુકી છે. પિંકવિલાના રિપોર્ટના પ્રમાણે, જેકલીન ફર્નાંન્ડિસ મુંબઈમાં પોતાની એક ફ્રેન્ડ માટે પાછી આવી છે કારણ કે તે તણાવમાં હતી. આમ જેકલીન પોતાની મિત્રને મુશ્કેલીના સમયમાં સાથ આપવા માટે તેની સાથે રહેવા ચાલી ગઈ છે.

પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, જેકલીન ફર્નાંન્ડિસની દોસ્ત લૉકડાઉન દરમિયાન મુંબઈમાં એકલી રહેતી હતી. બંને ખૂબ જ સારા મિત્રો છે અને તેમની વાત થતી હતી. જ્યારે જેકલીનની ખબર પડી કે તેની મિત્ર તણાવમાં છે અને પરેશાન છે, તે પનવેલ છોડીને તરત તેની સાથે રહેવા ચાલી ગઈ. જ્યારે તેની દોસ્તને તેની સૌથી વધુ જરૂર છે, એ દરમિયાન જેકલીન તેની સાથે જ રહેશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન 31 જુલાઈ સુધી વધારી દીધું છે. એવામાં પોતાની મિત્રને એકલતા અને તણાવથી બચાવવા માટે જેક્લીને આ નિર્ણય લીધો છે. જેક્લીને સલમાન ખાન સાથે ફાર્મ હાઉસથી એક ગીત પણ રિલીઝ કર્યું હતું. આ ગીત સલમાનના ફાર્મહાઉસમાં શૂટ કરવામાં આવ્યું હતું.

You cannot copy content of this page