Only Gujarat

National

ગેસ્ટ હાઉસમાં ચાલતાં હતા કાળા કામ, અંદરનો નજારો જોઈને પોલીસે પણ બંધ કરી લીધી આંખો

નોઈડા: લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બીટા-દો પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. દરોડા દરમિયાન બે મહિલા સહિત છ લોકોની સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસને કોન્ડોમ અને ગર્ભ નિરોધક દવાઓ પણ મળી આવી.

ગ્રેટર નોએડાના પોલીસ ઉપાયુક્ત રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે પોલીસને ગેરકાયદે ચાલતા દેહ વ્યાપારના ધંધા અંગે બાતમી મળી હતી.પ્લાનિંગ પ્રમાણે પોલીસે બીટા દો પોલીસ સ્ટેશનના એક ગેસ્ટ હાઉસમાં દરોડા પાડ્યા. તપાસ દરમિયાન બાતમી સાચી ઠરી અને ઘટનાસ્થળેથી છ લોકોની ધરપકડ કરવામાં આવી.

પોલીસે જણાવ્યું કે ગેસ્ટ હાઉસના રૂમમાંથી 12,600 રૂપિયા કેસ, મોબાઇલ, મેકઅપનો સામાન, કોન્ડોમ અને ગર્ભનિરોધક દવા મળી આવી. પોલીસે કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ધરપકડ થયેલા આરોપીઓમાં ગેસ્ટ હાઉસના મેનેજર અને માલિક પણ સામેલ છે.


ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નોઈડા પોલીસે સમલૈગિક સેક્સ રેકેટનો ખુલાસો કર્યો હતો. આ મામલે બે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. એવી પણ વાત સામે આવી હતી કે એન્જોય પહેલા પીડિત પાસેથી રકમ ન મળવા પર મારપીટ કરી રૂપિયા લૂંટી લેવામાં આવતા હતા.

You cannot copy content of this page