Only Gujarat

FEATURED National

તમે પેપર કપમાં ચા પીતા હોવ તો થઈ જજો સાવધાન, IITના રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

સામાન્ય રીતે જોવા મળે છે કે, પ્લાસ્ટિકના ગ્લાસથી બચવા માટે લોકો કાગળમાંથી બનાવેલા કપ અથવા કાચમાં ચા પીવે છે. પ્લાસ્ટિકના નુકસાનને કારણે આપણે કાગળના કપમાં ચા પીએ છીએ. પરંતુ એક નવા સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કાગળના કપમાં પણ ચા પીવી ગંભીર રીતે હાનિકારક હોઈ શકે છે.

વાસ્તવમાં, આઈઆઈટી ખડગપુરના સંશોધનકારોએ એક સંશોધન દ્વારા તેનો દાવો કર્યો છે. આ મુજબ જો કોઈ વ્યક્તિ કાગળના કપમાં દરરોજ ત્રણ વખત ચા અથવા કોફી પીવે છે, તો તે 75,000 નાના માઇક્રો-પ્લાસ્ટિક કણો ગળી જાય છે.

એક ખાનગી મીડિયાનાં એક અહેવાલ મુજબ, આ સંશોધન દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે, કપમાં વપરાતી સામગ્રીમાં માઇક્રો-પ્લાસ્ટિક અને અન્ય જોખમી ઘટકોની હાજરી હોય છે અને તેમાં ગરમ પ્રવાહી પીરસવાથી પદાર્થમાં દૂષિત કણો આવી જાય છે.

કાગળના કપની અંદર હાઇડ્રોફોબિક ફિલ્મનું એક પાતળું પડ હોય છે, જેમાં મોટા ભાગે પ્લાસ્ટિક અને કેટલીક વખત સહ-પોલિમરમાંથી બને છે.

આ સંશોધનમાં, સિવિલ એન્જીનિયરિંગ વિભાગનાં સંશોધનકર્તા અને સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના સહયોગી પ્રોફેસર ડૉ. સુધા ગોયલે, અન્ય સંશોધનકારો સાથે જણાવ્યું હતું કે, 15 મિનિટમાં આ માઇક્રો-પ્લાસ્ટિકનું સ્તર ગરમ પાણીની પ્રક્રિયામાં ઓગળી જાય છે.

સંશોધનકારોએ આ સંશોધન માટે બે જુદી જુદી પ્રક્રિયાઓનું પાલન કર્યું. આ વાત તેમાં સામે આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ માઇક્રો-પ્લાસ્ટિક આયન ઝેરી ભારે ધાતુઓમાં સમાનરૂપથી વાહકનાં રૂપમાં કાર્ય કરી શકે છે. જ્યારે તેઓ માનવ શરીરમાં પહોંચે છે, ત્યારે તે સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે.

You cannot copy content of this page