Only Gujarat

FEATURED National

ફિઝિકલ અંતરને કારણે સેક્સ વર્કરની કપરી પરિસ્થિતિ, ગુજરાન ચલાવવું મુશ્કેલ

કોલકાતા/મુંબઇઃ કોરોનાના ચેપથી વિશ્વના દરેક વર્ગને અસર થઈ છે. સંક્રમણને રોકવા માટે સોશ્યિલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આનું પાલન સેક્સ વર્કર્સ માટે ભારી પડી રહ્યું છે. તે અલગ બાબત છે કે મહિલાઓની આર્થિક સ્થિતિ કથળતી હોવા છતાં પણ તેઓ તેનું અનુસરણ કરી રહ્યા છે. તેમની આર્થિક સ્થિતિ બગડતી જોઈને કોલકાતાની દુર્બાર મહિલા સંકલન સમિતિએ કેન્દ્ર સરકારને વિશેષ પેકેજની માંગ કરી છે.

દુર્બાર સમિતિ હેઠળ સોનાગાછી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના આચાર્ય ડો.સ્મરજીત જાનાએ મીડિયાને જણાવ્યું કે, સેક્સ વર્કર્સ બે મહિનાથી બેકાર બેઠા છે, તેઓ ગ્રાહકનો ઇનકાર કરી રહ્યા છે. જણાવવાનું કે આ સમિતિ સેક્સ વર્કર્સના હિત માટે કામ કરે છે. લોકડાઉન દરમિયાન, એવા સેક્સ વર્કર્સ કે જેઓ ખૂબ ગરીબ છે તેમને મદદ કરવામાં આવી રહી છે. તેમની પાસે ખાવા પીવાનું પણ નથી. આ દરમિયાન, એક સારી પહેલ પણ થઈ છે.

ઘણા સેક્સ વર્કરોએ રોજગારના વૈકલ્પિક સ્ત્રોત અપનાવ્યા છે. તેઓ હવે માસ્ક, સેનિટાઇઝર અને સેનિટરી નેપકિન્સ બનાવી રહ્યા છે. સમિતિએ કહ્યું કે આ લોકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે સીધા તેમના ખાતામાં નાણાં આપવા જોઈએ. જણાવીએ કે કોલકાતા અને મુંબઇના રેડ લાઇટ વિસ્તારમાં સેંકડો સેક્સ વર્કર્સ રહે છે. જુઓ સેક્સ વર્કર્સની જિંદગી.

ડો.સ્મરજીત જાનાએ આ સંદર્ભમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના સેક્સ વર્કર્સ પાસે રેશનકાર્ડ નથી. તેથી, તેઓને મફત રાશન આપવું જોઈએ. જે ભાડા પર જીવે છે તેમને ત્રણ મહિના માટેનું ભાડુ માફ કરવું જોઈએ. તેઓનું જીવન નરક કરતાં કંઇ ઓછું નથી

આ છોકરીઓ માટે, લોકડાઉનથી ઘર ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે.  રેડ લાઈટ એરિયામાં ઘણી છોકરીઓ છે, જેને અહીં વેચવામાં આવી છે. આ તસવીરમાં સેક્સ વર્કર્સનું કેદ જીવન બતાવવામાં આવ્યું છે.

સેક્સ વર્કરોની સ્થિતિ સુધારવા સરકારી-સ્તરે સતત પ્રયાસો કરવામાં આવે છે.  સોશ્યિલ ડિસ્ટન્સીન્ગને લીધે, આ સેક્સ વર્કર્સ અત્યારે ગ્રાહકો નથી લઈ રહ્યા. કોઈ પણ છોકરી સ્વૈચ્છિક રીતે સેક્સ વર્કર બનતી નથી. લાચારી તેને આ ઓરડાઓમાં લાવે છે.

સેક્સ વર્કર્સનું જીવન નરકથી ઓછું નથી. આ તસવીર મુંબઈના રેડ લાઇટ વિસ્તારની છે. આ દિવસોમાં તેઓ અન્યની સહાયથી ઘરનો ખર્ચ ચલાવી રહી છે. કોરોના ચેપને કારણે હવે તેમની સામે બે ટંક પણ કાઢવાનું સંકટ સર્જાયું છે.

મોટાભાગના સેક્સ વર્કર્સ ખૂબ જ નબળી સ્થિતિમાં રહે છે. સરકાર સિવાય પણ ઘણી સામાજિક સંસ્થાઓ સેક્સ વર્કર્સના જીવનમાં સુધારણા માટે કામ કરી રહી છે. આ એવી સ્ત્રીઓ છે જે કેટલીક ખરાબ પરિસ્થિતિઓમાં સેક્સ વર્કર બની હતી.

You cannot copy content of this page