Only Gujarat

FEATURED National

કોરોનાએ બરબાદ કરી પૂરો પરિવાર, એકના એક દીકરાને ભરખી ગયો કોરોના

કોરોનાનાં કહેરે દેશનાં ઘણા હસતા-રમતાં પરિવારોને પુરી રીતે બરબાદ કરી નાંખ્યા છે. કોઈને રસ્તા ઉપર લાવીને ઉભા રાખી દીધા છે. એવો જ એક કિસ્સો રાજસ્થાનનાં જોધપુરથી સામે આવ્યો છે. જ્યાં ગુરૂવારે એક ફેમિલીનાં એક માત્ર દિકરાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. જ્યારે મૃતકની પુત્રીને છોડીને ઘરનાં દરેક સદસ્યો આ મહામારીની ચપેટમાં આવી ગયા છે. રક્ષાબંધનનાં દિવસનો આ છેલ્લો હસતો ફોટો રહી ગયો. જેમાં મૃતક પત્ની અને બહેનની સાથે ખુશ દેખાઈ રહ્યો છે.

પુત્રીએ કર્યો અગ્નિસંસ્કાર
વાસ્તવમાં આ દુખોનો પહાડ જોધપુરનાં પત્રકાર આર.પી. વોહરાનાં પરિવારની ઉપર તૂટ્યો છે.જ્યાં તેઓ ખુદ સંક્રમિત થયા બાદ હાલમાં એમડીએમ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. પરંતુ તેમના એકમાત્ર પુત્ર મહેશ બહોરાનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. તો મૃતકની પત્ની હોમ આઈસોલેશનમાં છે. અને તેની માતા પણ કોરોનાથી સંક્રમિત છે. એવી પરિસ્થિતિમાં યુવકનાં અંતિમ સંસ્કારની જવાબદારી પુત્રી ઉપર આવી ગઈ હતી, જોકે, પ્રશાસનની મદદથી ક્રિયાક્રમ કરી દેવામાં આવ્યા હતા.

ભગવાન હવે તો રહેમ કરો
જે કોઈને પણ પરિવારનાં દુખ વિશે જાણ થાય છે, તેની આંખો ભીની થઈ જાય છે. આ દરમ્યાન બોહરાનાં જમાઈએ ફેસબુકમાં એક ઈમોશનલ મેસેજ લખ્યો છે.

મારા પરિવાર પર જે દુખ આવ્યુ છે, ઈશ્વર એવું દુખ કોઈને પણ ન આપે, આ મહામારીએ મારા એકમાત્ર સાળાને છીનવી લીધો અને તેની પત્ની, માતા-પિતા દરેકને કોરોના છે. અંતિમ સંસ્કાર કરવાનું પણ પરિવારના લોકો માટે નસીબ ન થયુ. ભગવાન…. ક્યારેક આવા દિવસો જોવા પડશે એ વિચાર્યુ ન હતુ.. હવે તો રહેમ કરો.

કોરોના હજી કેવા-કેવા દિવસો દેખાડશે
જેણે પણ મૃતકનાં જીજાનો આ ભાવુક મેસેજ જોયો તેઓ ઓમ શાંતિની સાથે મેસેજ આગળ શેર કરતાં ગયા. કોઈએ લખ્યુકે, આવનારા દિવસોમાં આવો દુખદ ક્ષણ કોઈના પણ જીવનમાં આવી શકે છે. ખબર નહી આ કોરોના હજી શું શું દેખાડશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page