Only Gujarat

Bollywood FEATURED

લૉકડાઉન બાદ દયાભાભીની ધમાકેદાર એન્ટ્રી, આ ટ્વિસ્ટ સાથે મળશે જોવા!

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક પાત્રોએ ચાહકોના દિલમાં અલગ ઓળખ બનાવી છે. એમાં પણ દિશા વાકાણીએ પોતાની એક્ટિંગ તથા અવાજથી આગવું સ્થાન મેળવ્યું છે. સિરિયલમાં દિશા વાકાણીએ જેઠાલાલની પત્ની દયાભાભીનો રોલ પ્લે કર્યો છે. હસવાનો અલગ અંદાજ ને આખો દિવસ ગરબા રમવા આ વાતો દર્શકોને ઘમી જ પસંદ આવી છે. જોકે, દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી સિરિયલમાં જોવા મળતી નથી.

પરત આવે તેવી શક્યતાઃ દર્શકો માટે સારા સમાચાર એ છે કે દિશા વાકાણી શોમાં કમબેક કરવાની છે. એક ખાસ ટ્વિસ્ટ સાથે દિશા વાકાણી શોમાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવરાત્રિના એક સ્પેશિયલ એપિસોડમાં દિશા વાકાણીની એક ઝલક જોવા મળી હતી.

સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશેઃ સૂત્રોના મતે, દિશા વાકાણી સીરિયલ ‘તારક મહેતા..’ના 28 જુલાઈએ 12 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. 12 વર્ષ પૂરા થવાની ખુશીના સ્પેશિયલ એપિસોડમાં દિશા વાકાણી જોવા મળશે. આ સીરિયલને ત્રણ હજાર એપિસોડ પણ પૂરા થશે.

ગ્રાન્ડ પાર્ટીઃ ચર્ચા છે કે 12 વર્ષ પૂરા થતાં શોમાં એક ગ્રાન્ડ પાર્ટી બતાવવામાં આવશે. દિશા વાકાણી શોનો મહત્વનો ભાગ છે અને તે આ ગ્રાન્ડ પાર્ટીમાં સામેલ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. આ ગ્રાન્ડ પાર્ટીમાં સીરિયલના તમામ કલાકારો જોવા મળશે. જોકે, હજી સુધી ઓફિશિયલી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

ટૂંક સમયમાં શૂટિંગઃ કપિલ શર્મા પોતાના શોનું શૂટિંગ 24 જૂનના રોજથી કરી રહ્યો છે. ચર્ચા છે કે ‘તારક મહેતા’ના પ્રોડ્યૂસર અસિત મોદી પણ પોતાની સીરિયલનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરશે. તેઓ સેટ પર પૂરતી સાવધાની રાખશે અને સરકારી ગાઈડલાઈનનું પૂરી રીતે પાલન કરશે.

You cannot copy content of this page