Only Gujarat

FEATURED National

સેંટ નાખીને નકલી ઘી બનાવતી ફેક્ટરીનો થયો પર્દાફાશ, બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતું હતું ઘી

દિવાળી નિમિત્તે ઘીનો જોરદાર ઉપયોગ કરવામાં આવે છે. તેનો ફાયદો ઉઠાવવા માટે એક ફેક્ટરીમાં સેંટ ઉમેરીને બનાવટી ઘી બનાવવામાં આવી રહ્યું હતું, જેને વાસ્તવિક કંપનીના પેકેટમાં ભરવામાં આવી રહ્યું હતું. ફૂડ વિભાગની ટીમે દરોડો પાડી આ સમગ્ર ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ કેસ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાનો છે.

ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમે હાથરસ જિલ્લાના સાદાબાદ શહેરમાં કોતવાલીની પાછળ રહેણાંક વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરીને નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.

ટીમે સ્થળ પરથી 100 કિલો નકલી ઘી, પાંચ ટીન રિફાઈન્ડ તેલ, 4 ટીન વેજીટેબલ ઘી, 4 કેન પામ ઓઇલ અને એસેન્સની બોટલ અને આઠસોથી વધુ જાણીતા બ્રાન્ડનાં ડબ્બા કબજે કર્યા છે.

ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર હરેન્દ્ર સિંહે કહ્યું છે કે, અહીં બનાવવામાં આવેલાં નકલી ઘીને કંપનીના બ્રાન્ડેડ ઘીના પેકેટમાં પેક કરવામાં આવતું હતું અને બજારમાં સપ્લાય કરવામાં આવતુ હતું.

દરોડા પાડનારી ટીમે ઝડપેલા માલને સીઝ કરી દીધો છે. અને શંકાસ્પદ ઘી, રિફાઈન્ડ એસેન્સનાં નમૂના લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળીના તહેવાર પર આ નકલી ઘીને બ્રાંડેડ કંપનીઓનાં અસલી ઘીનાં રૂપમાં વેચવાની તૈયારી કરવામાં આવી હતી.

You cannot copy content of this page