Only Gujarat

FEATURED National

નવા જીવનના સપના જોતો હતો વરરાજા, વરમાળા પહેરાવી ને સાત ફેરા ફરવા ગયો ત્યાં જ બન્યું એવું કે

મધુબનીઃ લગ્નમાં વરમાળાની વિધિ બાદ જાનૈયાઓ જાનવાસમાં ગયા. તો ઉત્સાહ સાથે સાત ફેરા લેવા માટે વરરાજા મંડપમાં આવ્યા પરંતુ, હાજર મહિલાઓ તેને મંદબુદ્ધિ ગણાવવા લાગી તો દુલ્હન ભડકી ગઈ અને લગ્ન કરવાની ના પાડી દીધી. પછી તો શું, લગ્નમાં થયેલા ખર્ચને લઈને બંને પક્ષોમાં વિવાદ થઈ ગયો. જેના કારણે દુલ્હન પક્ષે વરરાજા સહિત સાત જાનૈયાઓને બંધક બનાવી લીધા. બે દિવસ બાદ 1 જુલાઈએ પોલીસને ઘટનાની જાણકારી મળી ત્યારે ઘટનાસ્થળ પર આવી હતી. આ દરમિયાન કન્યાપક્ષે પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. જોકે પોલીસે જાનૈયાઓને બંધનમાંથી મુક્ત કરાવ્યા. સાથે જ અલગ-અલગ આરોપમાં દુલ્હન પક્ષ પર બે કેસ દાખલ કર્યા. આ મામલો બિહારના મધુબનીના બેનીપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોહરૌલ ગામનો છે.

29 જૂનના બેનીપટ્ટી પ્રખંડના ચતરા ગામ નિવાસી જય પ્રકાશ સાહના લગ્ન સોહરૈલ ગામના નિવાસી શિવચંદ્ર સાહની પુત્રી સાથે થવાના હતા. વરપક્ષ લગભગ 40 જાનૈયાઓ સાથે સોહરૌલ ગામ પહોંચ્યો. સ્વાગત સત્કાર બાદ વરમાળાની વિધિ થઈ, પછી આખી જાનના સ્વાગત સાથે નાસ્તો પણ કરાવવામાં આવ્યો. લગ્ન પછી જ્યારે વર અને તેમના પરિજન મંડપ પર પહોંચ્યા તો કન્યાપક્ષની મહિલાઓએ વરને મંદબુદ્ધિ ગણાવીને નાપસંદ કરી દીધો. એટલામાં દુલ્હને પણ લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો.

જાનૈયાઓએ જ્યારે વિરોધ વ્યક્ત કર્યો તો છોકરા અને છોકરીના પક્ષમાં ખૂબ જ વિવાદ થઈ ગયો. છોકરીના પક્ષે અત્યાર સુધીની વ્યવસ્થા પર ખર્ચ થયેલા લગભગ અઢી લાખ રૂપિયા વરપક્ષને ચૂકવવાનું કહ્યું. આ વચ્ચે જ, બંને પક્ષમાં વિવાદ વધી જતા કેટલાક જાનૈયાઓ તો સ્થળ પરથી ભાગવામાં સફળ રહ્યા, પરંતુ વરરાજા સહિત સાત જાનૈયાઓને કન્યાપક્ષના લોકોને બંધક બનાવી લીધા.

આખરે 2 દિવસ બાદ વરપક્ષથી મળેલી સૂચના પર બનીપટ્ટી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ બંધક બનેલા વરરાજા અને જાનૈયાને છોડાવવા માટે સોહરૌલ ગામ પહોંચી. પોલીસના જોતા જ કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો, જેમાં એક મહિલા સિપાહી ઘાયલ થઈ ગયા.પોલીસની ટીમે લોકોને સમજાવીને મામલાને શાંત કરાવ્યો. સાથે જ બંધક બનેલા જાનૈયા અને વરરાજાને મુક્ત કરાવીને તેને ગામ મોકલી દીધા છે.

બેનીપટ્ટી પોલીસ સ્ટેશનના પ્રભારી મહેન્દ્ર કુમાર સિંહે કન્યાપક્ષ પર સરકારી કાર્યમાં અડચણ ઉત્પન્ન કરવાની અને પોલીસ પર હુમલો કરવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. સાથે જ કેટલાક લોકોને બંધક બનાવવાના આરોપમાં પણ છોકરી પક્ષ પર કેસ દાખલ કર્યો છે, હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

You cannot copy content of this page