Only Gujarat

FEATURED International

21 વર્ષના છોકરાના પ્રેમમાં પડ્યા દાદીમાં, બેડરૂમ સીક્રેડ શૅર કરીને કહી દીધી આવડી મોટી વાત

વોશિગ્ટનઃ પ્રેમની કોઈ સીમા નથી હોતી. પ્રેમમાં કોઈ બંધન નથી હોતું. જ્યારે પ્રેમ થવાનો હોય, થઈ જ જાય છે. અમેરિકાના ઓક્લોહોમામાં રહેતા 60 વર્ષના પામ શાસ્તીનનું દિલ પોતાનાથી 39 વર્ષ નાના જોનાથન લેંગેવિન પર આવી ગયું. બંનેને એકબીજા સાથે પ્રેમ થયો.પરંતુ આ પ્રેમ વચ્ચે આવી ગયો સમાજ. પોતાનાથી નાના છોકરા સાથે પ્રેમ થવાના કારણે પામને તેના ઘરના લોકો અને મિત્રોએ છોડી દીધા. પરંતુ પામ અને જોનાથને એકબીજાનો સાથ ના છોડ્યો. બે વર્ષ પહેલા મળેલા આ કપલે હવે સગાઈ કરી લીધી છે. જલ્દી જ બંને લગ્ન પણ કરી લેવાના છે. પરંતુ ઉંમરના આ તફાવતના કારણે બંનેએ મેણા સાંભળવા પડે છે. પામે કહ્યું કે જોનાથનની ઉંમર તેના પૌત્ર જેટલી છે પરંતુ બંનેને એકબીજા પ્રત્યે બેહદ પ્રેમ છે. હવે તેણે દુનિયાની સામે ખુલ્લમ ખુલ્લા પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. સાથે જ કહ્યું કે તેમને કોઈ જ ફેર નથી પડતો કે દુનિયા આ સંબંધો વિશે શું કહે છે. બંને સાથે ખુશ છે.

60 વર્ષની પામે સોશિયલ મીડિયા પર લોકોને પોતાનાથી 39 વર્ષ નાના લવર સાથે મળાવ્યા. બંનેએ સમાજના તમામ બંધનો તોડીને સગાઈ કરી લીધી. પામે જણાવ્યું કે કેવી રીતે આ સંબંધોના કારણે તેને તમામ મિત્રો અને ઘરના લોકોએ તેની સાથે સંબંધ ખતમ કરી લીધા. વ્યવસાયે કાઉન્સિલર પામની મુલાકાત કંમ્પ્યૂટર એન્જીનીયરિંગના વિદ્યાર્થી જોનાથન સાથે ફેબ્રુઆરી 2018માં થઈ હતી. બંને એક ડેટિંગ એપ પર મળ્યા હતા. પામે કહ્યું કે પ્રોફાઈલમાં જોઈને ખબર પડતી હતી કે જોનાથનની ઉંમર 20 વર્ષથી વધુ નથી. પરંતુ તેની પ્રોફાઈલમાં લખ્યું હતું કે તે 21 વર્ષનો છે.

પામે જણાવ્યું કે તેને પહેલાથી ઓછી ઉંમરના છોકરાઓ ખૂબ જ પસંદ હતા. જ્યારે બંનેએ વાતચીત કરવાની શરૂઆત કરી ત્યારે ખબર પડી કે બંનેને એસ્ટ્રોલૉજી પસંદ છે અને બહાર ફરવું પસંદ છે. જોનાથન અને પામને જોઈને લોકો ઘણી વાતો કરે છે. બંનેને લોકો ટીકી-ટીકીને જુએ છે. પરંતુ બંનેએ પોતાના સંબંધો પર લોકોની કમેન્ટ્સની અસર નથી પડવા દીધી. તેમના પ્રમાણે ઉંમર માત્ર એક આંકડો છે.

રિલેશનની શરૂઆતમાં બંનેએ ચેટ પર વાત કરી. જે બાદ જોનાથન પામને મળવા પહોંચ્યો. જ્યારે તેઓ સાથે ફરી રહ્યા હતા ત્યારે લોકો ધારી ધારીને તેમને જોતા હતા. પામે જણાવ્યું કે કેટલાક લોકોએ તેમના પર ખરાબ કમેન્ટ પણ કર્યા હતા. પરંતુ આ બંને તરફથી પ્રેમ હતો, જેણે આ સંબંધોને મજબૂતી આપી.પામે જણાવ્યું કે ડેટ બાદ બંને સાથે જ રોકાયા. તે દિવસે આખી રાત તેમણે વાત કરી. સેક્સ ખૂબ જ રોમાંચક રહ્યું અને બાદમાં ઘણી વાર સુધી તેમણે વાત કરી. બેડરુમ સીક્રેટ્સ શેર કરતા પામે કહ્યું કે બંને જોનાથનના કૉલેજ વિશે ડિસ્કસ કરે છે. સાથે જ બંને એકબીજાની જરૂરનું ધ્યાન રાખે છે.

પામે જણાવ્યું કે જોનાથન ભલે ઉંમરમાં નાનો છે પરંતુ અનાડી નથી. તેને પ્રેમ કરવાની યોગ્ય રીત ખબર છે. તે બાદ અનેક રાતો તેઓ સાથે રહ્યા. જે દરમિયાન તેમનો સંબંધ મજબૂત થયા. આજે બંને એકસાથે રહે છે અને સગાઈ બાદ બંને જલ્દી જ લગ્ન કરવાના છે.

You cannot copy content of this page