Only Gujarat

Bollywood FEATURED

મલાઈકા અરોરાનો જોવા મળ્યો નવો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈને તમે થઈ જશો પાગલ

મલાઈકા અરોરા બોલિવૂડની તે અભિનેત્રીઓમાંથી છે જે પોતાના શરીરનો ભરપૂર ખ્યાલ રાખે છે. અભિનેત્રી મલાઈકા અભિનેત્રી પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ઘણીવાર તે યોગ ક્લાસ માટે જતી હોય અથવા વોક કરતાં જોવા મળે છે જ્યાતે મલાઈકા પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરતી હોય છે. પરંતુ મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પોતાના અંદાજમાં વોક કરતી જોવા મળી હતી. આ તસવીર પર હ્રતિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાને પણ કમેન્ટ કરી હતી.

મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે પોતાની સ્ટાઈલમાં વોક કરતી જોવા મળી હતી. આ તસવીરો પર સુઝૈન ખાને પણ કમેન્ટ્સ કરી હતી જ્યારે ચાહકોએ આ તસવીરને લઈને મલાઈકાને ટ્રોલ કરી હતી અને ભરપૂર કમેન્ટ્સ કરી હતી.

મલાઈકા અરોરાએ આ તસવીરને શેર કરતાં લખ્યું હતું કે, રોજનું કામ…સ્વથ્ય રહો, શરીર અને મગજ બન્ને તંદુરસ્ત રાખો…મલાઈકાની આ તસવીર પર તેની મિત્ર સુઝૈન ખાને કમેન્ટ કર હતી કે, ઓહ…હોટી મલ્લા…આવી તસવીર પર બહુ જ કમેનટ્સ આવી રહી છે અને તસવીરને લાઈક્સ પણ ભરપૂર પ્રમાણમાં આવે છે.

તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા તેના પ્રેમી અર્જૂન કપૂરની સાથે ઘણીવાર જોવા મળે છે જેના કારણે મલાઈકા સતત ચર્ચામાં રહે છે. બન્ને નવા વર્ષની ઉજવણી કરવા ગોવા પહોંચ્યા હતાં અને મલાઈકાની બહેન અમૃતા અરોરા પણ સથે જોવા મળી હતી. મલાઈકાએ ગોવામાં ક્લિક કરાવેલી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યાં હતાં જે જોઈને ચાહકોએ પાગલ થઈ ગયા હતાં. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

મલાઈકા ફિટનેસની દિવાની છે. યોગા હોય કે પછી જીમ એક્સરસાઈઝ હોય તે તેનું રૂટિનમાં સામેલ છે. રોજ તે યોગા સેન્ટર અને જીમની બહાર ઘણીવાર સ્પોટ થાય છે.

ખાસ વાત એ છે કે, જીમ હોય કે યોગા સેન્ટર મલાઈકા દરરોજ નવા-નવા આઉટફિટમાં જોવા મળે છે. ઘણીવાર શોર્ટ્સ – ટોપ તો ક્યારેક લોઅર-ટીશર્ટમાં જોવા મળે છે. મલાઈકાની આ નવી તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે.

You cannot copy content of this page