Only Gujarat

National

માનવતાને સલામઃ પૈસાથી નહીં દીલથી અમીર છે આ મહિલા ઓટો ડ્રાઈવર

મુંબઈ: કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકોની સુરક્ષા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ગરીબ લોકોને સૌથી વધુ અસર પહોંચી છે. ખાસ કરીને વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઇ ગયો છે. આ દરમિયાન મુંબઇમાં એક મહિલા ઓટો રિક્ષા ડ્રાઇવરે જરૂપિયાતમંદ લોકોને ફ્રીમાં સવારી આપી રહી છે.

ગરીબ લોકોને ઇમરજન્સીમાં ક્યાંય પર આવવા-લઇ જવા માટે આ મહિલા જેનું નામ શીતલ છે તે પોતાની રિક્ષામાં ફ્રીમાં સેવા આપે છે. આ અંગે તેણીનું કહેવું છે કે લોકડાઉન પહેલા હું મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવતી હતી, પરંતુ હવે લોકોને ફ્રીમાં સવારી કરાવી રહી છું.

શીતલનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન ગરીબ લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. આ જોઇને મે નક્કી કર્યું કે હવેથી ગરીબ લોકો પાસેથી એકપણ રૂપિયા ભાડું નહીં લઉં. મારા માટે આ લોકોની સેવા કરવા જેવું છે.

શીતલ દિવસભર મુંબઇના રસ્તાઓ પર પોતાની ઓટોરિક્ષા સાથે તહેનાત રહે છે. કોઇપણ જરૂરિયાતમંદને તેની મંજીલ સુધી પહોંચાડવાનું સુકુન મળે છે. શીતલ જેવા લોકો સાચા અર્થમાં આ મુશ્કેલીના સમયમાં લોકોની મદદ બની ઉભર્યા છે.

રિક્ષા ડ્રાઇવર શીતલ.

You cannot copy content of this page