Only Gujarat

National

શું ભારતમાં કોરોના ખતમ થઈ રહ્યો છે? કોરોના વાઈરસના ગ્રાફે કર્યો આવો ઈશારો

દેશમાં છ મહિનાથી કહેર ફેલાવી રહેલી કોરોનાની મહામારીના 60 લાખથી વધુ કેસ થયા બાદ હવે સારા સમાચાર આવી રહ્યા છે. આંકડાથી ખબર પડી રહી છે કે કોરોના વાયરસની રિપ્રોડક્શન રેટ એટલે કે આર વેલ્યૂ નિયંત્રણમાં છે. રિપ્રોક્શન રેટ કોરોના વાયરસની ફેલાવાની ક્ષમતાને દર્શાવવાની એક રીત છે.

અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના કોવ-ઈન્ડ સ્ટડી ગ્રુપ અનુસાર, છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનો રિપ્રોડક્શન રેટ 1 થી પણ નીચે છે. જેનો મતલબ કે એક દર્દી જે વાયરલથી સંક્રમિત છે, તે સરેરાશ એક થી પણ ઓછા લોકોને સંક્રમિત કરી રહ્યો છે. કોરોના મહામારી શરૂ થયા બાદ આ પહેલી વાર છે જ્યારે રિપ્રોડ્કશન રેટ 1 થી નીચે આવ્યો છે અને એ જ સ્તર પર યથાવત છે. જો રિપ્રોડક્શન રેટ ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી 1 થી નીચે રહે તો કહી શકાય કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

રિપ્રોડક્શન રેટમાં ઘટાડો
મિશિગન યુનિવર્સિટીના એપ અનુસાર, ભારતમાં મહામારી બાદ કોરોનાનો રિપ્રોડક્શન રેટ 21 સપ્ટેમ્બરે પહેલી વાર 1 થી નીચે આવ્યો. મિશિગન યુનિવર્સિટીના કેન્સર સેન્ટરમાં મહામારી વિજ્ઞાનના પ્રોફેસર ભ્રમર મુખર્જીએ ઈન્ડિયા ટુડેને જણા્વ્યું કે, “વાયરસના ગ્રાફમાં ખરેખર એક આશા જન્મે એવું વલણ જોવા મળી રહ્યું છે. રાષ્ટ્રીય આંકડાઓ મને ઉત્સાહિત કરી રહ્યા છે કારણ કે ટેસ્ટિંગમાં ઘણો વધારો થયો છે.”

રિપ્રોડક્શન રેટ સતત 1 થી નીચે બનેલો રહે તો, તેને અર્થ એવો થશે કે ભારત કોરોનાને સારી રીતે નિયંત્રિત કરવામાં સક્ષમ છે. રિપ્રોડક્શન રેટ ઓછો થવા વિશે સારી વાત એ છે કે આવું ભારતમાં ટેસ્ટિંગ વધ્યા બાદ થયું છે. છેલ્લા સાત દિવસમાં જ્યારેથી ભારતનો રિપ્રોડક્શન રેટ 1 થી નીચે રહ્યો છે, દેશમાં કુલ 75 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા. જે પ્રતિ દિન દસ લાખ કરતા વધુ છે.

વધુ કેસ વાળા રાજ્યોમાં સારા સંકેતો
કોરોનાના રિપ્રોડક્શન રેટમાં ઘટાડો થવાથી એ પણ ખબર પડે છે કે અનેક રાજ્ય જેમાં કેસ સૌથી વધુ છે, ત્યાં પણ રિપ્રોડક્શન રેટ ઓછો છે. 26 સપ્ટેમ્બરના આંકડાથી ખબર પડે છે કે ભારતના લગભગ 14 મોટા રાજ્યોમાં રિપ્રોડક્શન રેટ 1 થી નીચે છે. જેના પ્રમાણે, ભારતમાં રિપ્રોડક્શન રેટની રાષ્ટ્રીય સરેરાશ 0.96 છે, જ્યારે નવ રાજ્ય એવા છે જ્યાં આ રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે. ત્યાં સુધી કે મહારાષ્ટ્રમાં હાલનો રિપ્રોડક્શન રેટ 0.93 ટકા છે. એ ત્યારે છે જ્યારે દેશના કોરોનાના કુલ કેસમાંથી 22 ટકા માત્ર મહારાષ્ટ્રમાં જ છે. જેનો સીધો મતલબ એવો છે કે મહારાષ્ટ્રમાં 100 સંક્રમિ લોકો 93 નવા લોકોને સંક્રમિત કરી રહ્યા છે. આ રીતે વાયરસની ગતિ ધીમી પડી છે.

મોટા રાજ્યોમાંથી આંધ્ર પ્રદેશમાંથી ન્યૂનતમ રિપ્રોડક્શન રેટ 0.85 ટકા નોંધવામાં આવ્યો છે. જે બાદ યૂપી(0.87), પંજાબ (0.90), કર્ણાટક(0.91), છત્તીસગઢ(0.91), અસમ(0.94) અને ઝારખંડ(0.94) પણ એ રાજ્યોમાં સામેલ છે જ્યાંનો રિપ્રોડક્શન રેટ રાષ્ટ્રીય સરેરાશથી ઓછો છે. દિલ્લી, બિહાર, તેલંગાણા અને તમિલનાડુમાં પણ રિપ્રોડક્શન રેટ એક થી ઓછો છે, પરંતુ આ રાજ્યોમાં તે 0.96ની સરેરાશથી ઉપર છે. કેરલ એક સમયે મહામારીને નિયંત્રિત કરવામાં સારું પ્રદર્શન કરી રહ્યું હતું, પરંતુ હાલ તેની સ્થિતિ ખરાબ છે. કેરલમાં રિપ્રોડક્શન રેટ 1.35 ટકા સુધી પહોંચી ગયો છે. એટલે કે કેરળમાં એક સંક્રમિત વ્યક્તિ એકથી વધુને સંક્રમિત કરી રહ્યા છે.

કેરલમાં છેલ્લા ચાર દિવસથી 6 હજારથી વધારે કેસ દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે ત્યાં 7, 445 કેસ નોંધાયા, જે મહામારી બાદની અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. પશ્ચિમ બંગાળ જ્યાં ગયા મહિને લગભગ 3 હજાર કેસ દાખલ કરવામાં આવ્યા છે ત્યાં પણ રિપ્રોડક્શન રેટ 1 છે.

જેનો મતલબ એ છે કે અહીં એક સંક્રમિત વ્યક્તિ 1 નવા વ્યક્તિને સંક્રમિત કરી રહ્યો છે. ઓરિસ્સા(1.06), ગુજરાત(1.05), રાજસ્થાન(1.09) અને મધ્ય પ્રદેશ(1.08)માં રિપ્રોડક્શન રેટ 1 કરતા વધારે છે.

You cannot copy content of this page