Only Gujarat

Religion

આજે ઉમાપતિ મહાદેવજી કોની કરશે મનોકામના પુરી તો કોને રહેવું સચેત? વાંચો રાશિફળ

રાશિફળ: 09-11-2020: આજે ઉમાપતિ મહાદેવજી કોની કરશે મનોકામના પુરી તો કોને રહેવુ સચેત! જુઓ આપનું રાશિફળ..

  • મેષઃ આજે ટૂંકા પ્રવાસનું આયોજન સંભવ બને અને આપની સામાજિક વ્યવહારિક કામગીરી ક્ષેત્રે સાનુકૂળતા જણાય, પારિવારિક મતભેદ ટાળવા, આર્થિક નવી તક સંભવ તેમજ દલીલબાજી ટાળવી હિતાવહ રહે.
  • કાર્યક્ષેત્ર: વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવુ, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
  • પરિવાર: દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે, અંગત પ્રશ્નોને કારણે મુંઝવણોમાં વધારો જણાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ रूद्राय नमः

વૃષભઃ આજે કોઈ નવા સંબંધની શરૂઆત થતી જણાય તથા કૌટુંબિક મકભેદનું નિરાકરણ જણાય, મકાન-વાહન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, તમારા ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે તેમજ પ્રવાસ વિશેષ ફળદાયી નિવડે.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, લુપ્ત થયેલા સંબંધો તાજા થાય.
  • નાણાકીય: નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતી સમસ્યા બેચેન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ वेधसे नमः

  

મિથુનઃ આજે મૂડીરોકાણમાં સલાહ લઈ આગળ વધવું, પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય તેમજ આપણી મનોવાંછિત આવક જળવાઈ રહેશે, કૌટુંબિક કાર્યોથી લાભ જણાય,  દિવસભર હકારાત્મક ઊર્જાનું પ્રમાણ સારું રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે જ નવી તક જણાય.
  • પરિવાર:  કુટુંબની જરૂરિયાતોને અગ્રતાક્રમ આપે, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય.
  • નાણાકીય: આર્થિક સમસ્યામાં મહત્ત્વનો ભાગ ભજવે, નવા સ્રોતનું નિર્માણ થતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: જાતકને અપચોથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: कपर्दिने नमः

કર્કઃ આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય તેમજ મધ્યાહન પછી મહત્વના કાર્યમાં સાનુકૂળતા જણાય, કાર્યક્ષેત્રમાં કોઈ ના સાથે અણબનાવ ન થાય તેની તકેદારી રાખવી તેમજ સત્સંગમાં દિવસ પરોવાયેલો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર અંગેની ચિંતા હળવી થતી જણાય તેમજ જવાબદારીમાં વધારો જણાય.
  • પરિવાર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય તેમજ વાદ વિવાદથી દૂર રહેવું હિતાવહ.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય અને નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: જાતકને પાચનનાં રોગથી સચેત રહેવું હિવાહ જણાય.
  • આજનો મંત્ર: सुरेशाय नमः

સિંહઃ આજના દિવસે આપની આવકમાં વૃદ્ધિ આવતી જણાય, સાહસલક્ષી મુસાફરી સંભવ બને તેમજ કાર્ય બોજ હલાવો થતો જણાય, સાહસકાર્ય વિચારીને કરવું, જમીન સાથે સંકળાયેલા વ્યક્તિઓ એ સાચવવું હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે, અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે.
  • પરિવાર:  પારિવારિક શાંતિ જળવાઈ રહેશે તેમજ કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ અંગેના પ્રશ્નો થી વધારે ચિંતિત રહો.
  • આજનો મંત્ર: ॐ सोमाय नमः

કન્યાઃ માંગલિક પ્રસંગોનું આયોજન કૌટુંબિક સુગમતાથી સંભવ બને સાથે ગેરસમજ-મનદુઃખ ટાળવા હિતાવહ તેમજ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ,  દિવસભર નેગેટીવ વિચારોથી દુર રહેવું હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિક સમસ્યા વધુ ધેરાતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ भर्गाय नमः

તુલાઃ સાયંકાળમાં એકાએક આવી પાડેલો પ્રશ્ન આપની બેચેનીમાં વધારો કરશે અને આર્થિક માર્ગો માં કઠિન સમય હળવો બનતો જણાય, પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય અને વૈવાહિક જીવનનાં પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં કોઈ નવી તકનું નિર્માણ સંભવ, યોગ્ય આયોજન અને વ્યવસ્થાથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય, પારિવારિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: આર્થિક બાબતોમાં નવીન તક જણાય, સંપત્તિનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ व्यालाय नमः

વૃશ્રિકઃ  આજે અધૂરા કાર્ય સફળ થતા જણાય સાથે જ પારિવારિક સ્નેહભાવ જળવાઈ રહેશે, નાણાકીય બાબતોમાં સાચવવું હિતાવહ અને સામાજિક સમરસતા જળવાઈ રહે, દાન – પુણ્ય કરવાનો લ્હાવો મળે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, મન માં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે.
  • પરિવાર: ગુસ્સા-આવેશ પર કાબુ રાખવો તેમજ ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય.
  • નાણાકીય: આર્થિક બાબતે દિવસ લાભદાયક ગણાય, શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસની અંદર સફળતા જોવા મળે.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ सिंहाय नमः

ધનઃ આજે આપના પારિવારિક પ્રશ્નોની બેચેનીનો અંત જણાય સાથે જ કાર્યક્ષેત્રમાં આપની સાનુકૂળતા જળવાઈ રહે, કળથી કામ લેવું, આર્થિક મુશ્કેલીનો અંત જણાય સાથે યાત્રા-મુસાફરી સંભવ અને ધર્મ કાર્ય સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર ની અંદર સાવધ રહીને કામ કરવું તેમજ અંદર યશપદની પ્રાપ્તિ જોવા મળે.
  • પરિવાર: જૂના વાદ-વિવાદ સમાપ્ત થાય, સ્નેહીજનો ની મદદ આપને ઉપયોગી નીવડે.
  • નાણાકીય: વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: માનસિક ચિંતા હળવી બની શકે.
  • આજનો મંત્ર:  ॐ मिताय नमः

મકરઃ આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે તથા કાર્યક્ષેત્રમાં અન્ય સાથી મિત્રો તરફથી સાનુકૂળતા બની રહે, યાત્રા-પ્રવાસ ટાળવા હિતાવહ, માનસિક શાંતિ જળવાઈ રહે સાથે જ દિવસ ધીરજાતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: આપનું મૌન આપની અડચણો ની દવા બને, કાર્યક્ષેત્રમાં કર્મચારીનો સહયોગ સારો મળી શકે છે.
  • પરિવાર: સામાજિક વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, પારિવારિક કલેશથી દુર રહેવું.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, ભાગીદારીમાં મધ્યમ.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ परमेष्ठिने नमः

કુંભઃ આપના નિર્ણયનું મધુર પરિણામ જોવા મળે સાથે પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, અગત્યના કામમાં અવરોધ જણાય, કાર્યક્ષેત્રમાં આપના દ્વારા કરેલી મહેનત રંગ લાવતી જણાય, ઇષ્ટદેવની ભક્તિ કરવી હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: નવી તકનું નિર્માણ સંભવ, અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, લુપ્ત થયેલા સંબંધો તાજા થાય.
  • નાણાકીય: નાણાકીય મોકળાસ દુર થતી જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ कपोताय नमः

મીનઃ ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું, આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં જણાય, નવા રોકાણ સંભવ તથા ગૃહજીવનના મતભેદ ટાળવા, નાની પરંતુ મહત્ત્વની મુસાફરી સંભવ અને યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપની મહેનત રંગ લાવતી જણાય તથા કર્મચારીનો સહયોગ સારો મળી શકે.
  • પરિવાર: દિવસભર કૌટુંબિક સુખ સારું જણાય, પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય.
  • નાણાકીય: આપની આર્થિક સમસ્યા હલ થતી જણાય, નાણાવ્યય વધતો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ परमात्मने नमः   
You cannot copy content of this page