Only Gujarat

Religion

આજે ‘દેવ દિવાળી’ નો દિવસ કોને ફળશે? કોને રહેવું સાવધાન? વાંચો રાશિફળ

રાશિફળ: 30-11-2020:  આજે દેવ દિવાળીનો દિવસ કોને ફળશે તો કોને રહેવું સાવધાન! જુઓ તમારું રાશિફળ..

મિત્રો, આજે તારીખ 30-11-2020ના રવિવારે કારતક સુદ પૂનમ છે. આજે તહેવારો નો રાજા કહેવાય એવો ‘દેવ દિવાળી’ નો તહેવાર છે સાથે ગુરુનાનક અને હેમચંદ્રાચાર્ય જયંતિ છે ત્યારે આજના દિવસે દીપ દાનનું અનેરું મહત્વ હોય છે તેમજ ભગવાન વિષ્ણુજી ની વિશેષ પૂજા અર્ચના કરવી સાથે જ આપની રાશિ પ્રમાણે મંત્રથી ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી તેમની કૃપા બની રહેશે.

મેષઃ આજે આપના આગવા અનુભવથી આપ સમય અનુરૂપ નિર્ણય લેવામાં જરૂર સફળ થશો, મનગમતા પ્રિય પાત્ર સાથે મુલાકાત સંભવ બને સાથે જ આજે વાણીમાં થોડી નમ્રતા લાવવા પ્રયત્ન કરવો હિતાવહ રહેશે.

  • કાર્યક્ષેત્ર: આપના કામમાં ચોકસાઈ વધશે તેમજ કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય.
  • પરિવાર: અંગત જીવનમાં સામાન્ય મતભેદ સર્જાતા જણાય અને જૂના મિત્રોને મળવાનું સંભવ બને.
  • નાણાકીય: વડીલોપાર્જિત મિલકતથી લાભ થાય તેમજ નાણાકીય રોકાણ સાચવીને કરવુ.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષ્યો પાર પાડવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: અનિંદ્રા કે માથાના દુઃખાવા જેવી સમસ્યા રહેશે.
  • આજનો મંત્ર: ॐ श्रीमहाविष्णवे नमः

વૃષભઃ ક્યાંક ઉગ્રતા આપના આયોજન અને સંબંધમાં વિક્ષેપ કે નડતરરૂપ ન થાય એની પણ સંભાળ રાખશો થતા એકંદરે આર્થિક વેપાર રોજગાર વધતો જણાશે, કુટુંબ પરિવારમાં સહિયારા ભાઈચારાની ભાવના સાર્થક પુરવાર થાય.

  • કાર્યક્ષેત્ર: કોઈ નવી સમસ્યાનો ઉદ્દભવ થઈ શકે છે, કોઈ મહત્વનો નિર્ણય લેતા પહેલાં અનુભવીની સલાહ લેવી હિતાવહ રહેશે.
  • પરિવાર: જૂના વિવાદ સમાપ્ત થાય, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, આર્થિક મોકળાસ દુર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: મનપસંદ વિષયોમાં વધુ ઊંડા ઉતારાય.
  • સ્વાસ્થ્ય: એકંદરે શરીર સ્વાસ્થ્યની તકેદારી રાખશો.
  • આજનો મંત્ર: ॐ प्रह्लादपरिपालकाय नमः

મિથુનઃ કારકીર્દિના માં અગ્રેસર રહો સાથે જ જીવનસાથી સાથેના સાનુકૂળ સંબંધ જરૂર તમને મદદકર્તા સાબિત થશે, મિત્રવર્ગ સાથે સારું રહેશે, ઘણા મુશ્કેલ કાર્યો સરળતાથી પૂરા કરશો તેમજ દિવસ આનંદિત રીતે પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: પોતાની યોજનાઓ ને ગુપ્ત રાખવી, નવા કાર્યનો શુભારંભ સંભવ બને.
  • પરિવાર:  દાંપત્ય જીવનમાં મતભેદ ઊભા થતા જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી તેમજ જમીન-મકાન લે વેચ માં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ એ મહેનત વધુ કરવી પડે.
  • સ્વાસ્થ્ય: સંતાનના આરોગ્યને સંભાળવું.
  • આજનો મંત્ર: देवदेवाय नमः

કર્કઃ આજે પરિવારના સભ્યો સાથે આત્મીય રીતે વ્યવહાર સાથે જ જે લોકો લગ્ન ઇચ્છુક છે તેમને માટે સાનુકૂળ સમય દિવસ જણાય, મધ્યાહ્ન બાદ જરૂર સફળતા મળશે, મિલકત વસાવવા કે મિલકતમાં નાણાં રોકાણની તક ઘણા સમય પછી આવતી જણાય.

  • કાર્યક્ષેત્ર: સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ પુનઃ માથું ઉચકાતી જણાય, ઉતાવળિયું પગલું ભરવું નહિ.
  • પરિવાર: મોસાળ પક્ષથી લાભ સંભવઆપે બાંધેલી પાળથી મુશ્કેલી દુર થતી જણાય, સામાજિક અને પારિવારિક કાર્યો પુરા થાય.
  • નાણાકીય: આર્થિક વિવાદ ટાળવો તેમજ ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ એ મહેનત વધુ કરવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવુ હિતાવહ.
  • આજનો મંત્ર: आदिदेवाय नमः

સિંહઃ આજે રૂપિયાનું સુંદર આયોજન કરવા આપ તકને જતી કરશો નહીં તેમજ દૂરના વેપાર-રોજગાર ક્ષેત્રે સંપર્ક વધતા જણાશે અને આપના પરાક્રમ અને પુરુષાર્થથી પ્રસિદ્ધિ પામશો અને તીર્થ યાત્રાનું પણ આયોજન કરી શકશો.

  • કાર્યક્ષેત્ર: પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી, સાંજના સમયમાં સાનુકુળતા જણાય.
  • પરિવાર: વડીલની મદદ ઉપયોગી નીવડે, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ જમીન સંબંધી કાર્યમાં સાનુકુળતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવસર્જનના વિચારો આવે.
  • સ્વાસ્થ્ય: નાના ભાઈ-બહેનના આરોગ્યલક્ષી પ્રશ્નો ઉદ્દભવી શકે છે.
  • આજનો મંત્ર: ॐ भूतभव्यभवत्प्रभवे नमः

કન્યાઃ ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ, અણધારી તક પ્રાપ્ત થતી જણાય, દિનચર્યામાં બદલાવ જરૂરી જણાય, ટેકનીકલ ક્ષેત્રના લોકો માટે શ્રેષ્ઠ દિવસ જણાય તેમજ આજે દિવસભર સ્ફુર્તિનું પ્રમાણ સારું જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રશંસા મળી રહે તેમજ કાર્યબોજથી મનોભાર રહેતો જણાય
  • પરિવાર: સામાજિક માન સમ્માન વધે, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
  • નાણાકીય: નાણાકીય વ્યવહારો સાચવીને કરવા હિતાવહ જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નવી કળા માં આગળ વધાય.
  • સ્વાસ્થ્ય: ખાણી-પીણી પરત્વે બેદરકારી કરશો નહીં.
  • આજનો મંત્ર: ॐ लीलामानुषविग्रहाय नमः।

તુલાઃ સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય, ભવિષ્યની યોજનાનું આયોજન સંભવ બને, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ, કૌટુંબિક મતભેદ ટાળવા, પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલા લેવાય અને અગત્યનાં કામોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: પારિવારિક મતભેદ ટાળવા, પારિવારિક માંગલિક કાર્ય વધે.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો અને આર્થિક નવી તક સંભવ બને.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે મધુર પરિણામ જણાય.
  • સ્વાસ્થ્ય: વ્યસનથી ખાસ દૂર રહેશો.
  • આજનો મંત્ર: ॐ शान्तात्मने नमः

વૃશ્ચિક આજે કંઈક નવું શીખવા અને પડકારોને પછાડવા આપ શક્તિમાન થશો તેમજ પરદેશગમન ઇચ્છુક મિત્રોને વિઝા અંતર્ગત કાગળીયાની પ્રક્રિયા સરળ બને અને માર્ગ મોકળો બનશે, દિવસ ધીરજતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: આજે કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રસંશા થાય, કાર્યક્ષેત્રનો પ્રવાસ વિશેષ ફળદાયી નિવડે.
  • પરિવાર: કૌટુંબિક મતભેદ દૂર થતા જણાય મુખ્યત્વે વારસાગત પ્રશ્નોનું સકારાત્મ પરિણામ જણાય.
  • નાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: પિતાની તબિયતની કાળજી રાખશો.
  • આજનો મંત્ર: ॐ स्वभुवे नमः

ધનઃ આજે આપને મનમાં અસંતોષની ભાવના રહે સાથે જ આપના ભાગ્યવૃદ્ધિમાં અવરોધ આવતા જણાય, મધ્યાહ્ન પછી અશાંતિના વાદળો વિખરતા જણાય સાથે જ આજનો દિવસ ધીરજતા પૂર્વક પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય તેમજ કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ.
  • પરિવાર: મનભેદ-મતભેદ ટાળવા અને વડીલોનું માન સમ્માન જાળવવું.
  • નાણાકીય: ઉઘરાણી કર્જની ચિંતા જણાય તેમજ નવા સાહસો વિચારીને કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: શરીરના છાતીના ભાગે કોઈ બીમારી ન ઉદ્દભવે એનું ખાસ ધ્યાન રાખશો.
  • આજનો મંત્ર:  ॐ वेदात्मने नमः

મકરઃ આજે આપના વેપાર-રોજગાર ગતિમાન રહેશે સાથે જ નોકરીયાત વર્ગ માટે ઘણું ઉપયોગી અને આશાભર્યો દિવસ પુરવાર થશે, ધનપ્રાપ્તિના ઉદ્દેશથી આપના પ્રયત્નો ચાર ચાંદ લગાડશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: વિશ્વાસઘાતથી બચવું, મનની મુજવણોમાં વધારો થતો જણાય.
  • પરિવાર: કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે અને સામાજિક કાર્યો આગળ વધે.
  • નાણાકીય: આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ અભ્યાસ પરત્વે વધુ સભાન થશે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારી થી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ नीलकान्ताय नमः

કુંભઃ આજનો દિવસ આપના પુરુષાર્થ માટે પ્રેરિત કરનારું નીવડશે સાથે જ કોર્ટ-કચેરી, લોન વગેરે બાબતે સહયોગ મળશે. પરિણિત જાતકોએ પરસ્પર મતભેદ કે મનભેદ ન થાય તેની ખાસ તકેદારી અને સાવધાની રાખવી.

  • કાર્યક્ષેત્ર: આપના પ્રયાસનું શુભફળ ચાખવા મળે અને મહત્ત્વના વ્યક્તિનો પરિચય સંભવ બંને.
  • પરિવાર: પારિવારિક કલેસ ટાળવો, મિત્ર વર્ગથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: આકસ્મિક ખર્ચમાં વધારો જણાય, આવક વધે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: તબિયત નરમ ગરમ રહે.
  • આજનો મંત્ર: ॐ भूतभावनाय नमः

મીનઃ આજે આપના પુરૂષાર્થથી પૈસો અને પ્રસિદ્ધિ બંને મળતું જણાય, નોકરિયાત વર્ગને આકસ્મિક ટ્રાન્સફર થવાના યોગ જણાય છે માટે ધ્યાન રાખવું કે આ સંજોગોના આપ વિચલિત ન થાવ, પારિવારિક સુખ સારું જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી નીવડશે.
  • પરિવાર: પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બની રહેશે, નવા સંબંધો બને.
  • નાણાકીય: જાવકનું પ્રમાણ વધુ જણાય, આપના સંપત્તિ કે વ્યવસાયના પ્રશ્નો નું સકારાત્મક પરિણામ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: સામાન્ય શારીરિક થાક અનુભવાય.
  • આજનો મંત્ર: ॐ गजेन्द्रवरदाय नमः
You cannot copy content of this page