Only Gujarat

Bollywood TOP STORIES

ઐશ્વર્યા રાય જેવી જ સુંદર છે તેની ભાભી, પહેલાં નણંદની જેમ હતી મોડેલ પણ અત્યારે…..

મુંબઈઃ ઐશ્વર્યા રાયના સાસરી પક્ષ એટલે કે બચ્ચન પરિવાર વિશે દરેક જાણે છે, પણ ઐશ્વર્યાના પિયર વિશે મોટાભાગના લોકોને જાણકારી નથી. ઐશ્વર્યાના મોટાં ભાઈ આદિત્ય મર્ચેન્ટ નેવીમાં એન્જીનિયર છે. આદિત્યના લગ્ન મૉડેલ શ્રીમા સાથે થયાં છે. શ્રીમા 2009માં મિસેસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં ફર્સ્ટ રનર અપ રહી ચૂકી છે. ઐશ્વર્યાની ભાભી શ્રીમા પણ સુંદરતાની બાબતે કોઈ હોરોઇનથી ઓછી નથી.

ઐશ્વર્યા અને તેની ભાભી શ્રીમા બંને મોડેલિંગ ફિલ્ડથી છે અને બંને વચ્ચે સારું બોન્ડિંગ છે.

એક ઇન્ટર્વ્યૂ દરમિયાન શ્રીમાએ કહ્યું હતું કે, ‘હું ઐશ્વર્યાને સુપરસ્ટાર તરીકે જોતી નથી. સૌથી પહેલાં તે મારી નણંદ છે.’

ઐશ્વર્યા અને શ્રીમા મૉડેલિંગ અને રેમ્પ એક્સપીરિયંસ અને ટિપ્સ એક બીજાને શેર કરતાં રહે છે.

શ્રીમા મુજબ, ઐશ્વર્યા રેમ્પ વૉકમાં પ્રોફેશનલ છે અને તે એક્સપ્રેશનને લઈને મારી સાથે શએર કરે છે. તેમણે મને સૌથી ખાસ વાત જણાવી હતી કે, બધુ જ ભૂલી તે સમયને એન્જોય કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, શ્રીમાની ફેમિલી મેંગલોરની છે, જે અત્યારે US શિફ્ટ થઈ ગઈ છે. શ્રીમા ફેશન બ્લોગર હોવાની સાથે સાથે હાઉસવાઇફ પણ છે. અત્યારે તે મૉડેલિંગથી દૂર છે અને બાળકો સાથે ફેમિલિ સંભાળી રહી છે. શ્રીમાના દીકરાનું નામ વિહાન અને શિવાંશ છે.

થોડાં વર્ષો પહેલાં ઐશ્વર્યાના ભાભી શ્રીમા રાયને ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિએ પૂછ્યું હતું કે, તમે તમારા બાળકોને કેવી રીતે જણાવો છો કે તેમના ફઈબા ખૂબ જ ફેમસ છે?. જેના જવાબમાં શ્રીમાએ કહ્યું કે, ‘મારા ઘરમાં ઐશ્વર્યાને બાળકો ગુલૂ મામી કહીને બોલાવે છે.’

ઐશ્વર્યાનો ભાઈ આદિત્ય રાયે શ્રીમા સાથે લવ મેરેજ કર્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યાના ભાઈ આદિત્યે ફિલ્મ ‘દિલ કા રિશ્તા’ને કો-પ્રોડ્યુસ કરી હતી. ઐશ્વર્યાની મા વૃંદા આ ફિલ્મની કો-રાઇટર હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page