Only Gujarat

Bollywood

‘યે રિશ્તા ક્યા કહેલાતા’ની નૈતિકની પત્ની આ વાતને લઈને ભડકી, કહ્યું- હું પ્રેગ્નન્ટ નથી પણ……

મુંબઈઃ પોપ્યુલર ટીવી શૉ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નૈતિક એટલે કે કરણ મહેરાની પત્ની નિશા રાવલે બૉડી શેમિંગ કરનાર લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. નિશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી સ્પષ્ટતા કરતાં લખ્યું કે, બેલી શેમ! આ ફોટો કાલે ક્લિક કર્યો હતો અને હું પ્રેગ્નન્ટ નથી પણ મારી પાસે એક પેટ જરૂર છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર અનેકવાર લોકો બૉડી શેમિંગનો શિકાર થઈ રહ્યા છે.

નિશા રાવલે તેની પોસ્ટમાં લખ્યું કે, બેલી શેમિંગ પણ અમારી સોસાયટીમાં ફેલાયેલી એક ખરાબ વાતમાંથી એક છે. મારી પાસે હંમેશાં એક પેટ છે અને તે મારી દિનચર્યા મુજબ મોટું થઈ શકે છે, પણ તે ક્યારેય જશે નહીં.

‘મારા લગ્ન પછી તો લોકોની નજર ઘણીવાર મારા પેટ પર જ છે. રેડ કાર્પેટ, લિફ્ટ, કોઈ ઇન્ટર્વ્યૂ અથવા કોફી શૉપ લોકો અનેકવાર પૂછવા લાગ્યા છે કે હું પ્રેગ્નન્ટ છું? ત્યારથી સમજાતું નથી કે તે લોકોનાં સવાલના જવાબ આપું કે મારું પેટ ઓછું કરું’

નિશા રાવલે વધુમાં કહ્યું કે, ‘અમે કોઈને કોઈનો મજાક ઉડાવ્યો છે, કેમ કે અમારા કલ્ચરમાં તે સામાન્ય વાત છે. જેમ કે આટલું બધું વજન કેમ?, શું તમે કઈ ખાતા નહી… તમારે વધુ ડાયટિંગની જરૂર છે, વગેરે વગેરે.’

બાળક થયાં પછી કેટલીક મહિલાને છોડી દેવામાં આવે તો સૌનું પેટ પહેલાં જેવું નથી. જે પછી તેમના સ્ટ્રેચ માર્ક્સ પણ રહી જાય છે. અમે બિકિની પણ પહેરી શકીએ. બાળકોને જન્મ આપ્યા પછી તેમના શરીરને સ્વીકાર કરવું ખૂબ જ મુશ્કેલ છે.

ઉલ્લેખનીય છે કે, નિશા રાવલ અને કરમ મેહરાએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કર્યા અને નવેમ્બર 2012માં લગ્ન કરી લીધા હતાં. લગ્નનાં 5 વર્ષ પછી જૂન, 2017માં નિશાએ દીકરાને જન્મ આપ્યો હતો.

નિશા રાવલે, ‘મેં લક્ષ્મી તેરે આંગન કી’(2012), ‘આને વાલા પલ’ (2001), ‘કેસર’ (2007)માં કામ કરી ચૂકી છે. કરણ અને નિશા રિઆલિટી શૉ ‘નચ બલિએ’ (2012-13)માં સાથે નજર આવી ચૂક્યા છે.

નિશા કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તે ફિલ્મ ‘રફૂ ચક્કર’ (2008), ‘હસતે-હસતે’ (2008), ‘જેક એન્ડ જોલ’ (2010), ‘ટૉમ ડિક હેરી રૉક અગેન’ (2011)માં જોવાં મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page