તમે અનુપમા સીરિયલની ‘લીલા’ને ઓળખો છો? પહેલીવાર સામે આવી પર્સનલ લાઈફ

ટીસી સીરિયલ અનુપમા ટીઆરપીના લિસ્ટમાં લાંબા સમયથી ટોપ પર જોવા મળી રહી છે. સુધાંશુ પાંડે અને રૂપાલી ગાંગુલીના આ શોના દરેક પાત્રો બહુ જ ચર્ચામાં રહે છે. જેમાં એક પાત્ર બા એટલે લીલાનું છે તે પણ બહુ ચર્ચામાં રહે છે. લીલાનું પાત્ર અલ્પના બુચ નિભાવી રહી છે. લીલાના પાત્રમાં ઘણા શેડ્સ છે. એક બાજુ તે પોતાના પુત્ર વનરાજના પ્રતિ પક્ષપાત છે. જ્યારે તેમનો વ્યવહાર પોતાની વહુ માટે ખરાબ છે. તો આવો અમે તમને જણાવીએ અલ્પના બુચની સફર વિશે…
અલ્પના બુચનો જન્મ ગુજરાતના દ્વારકામાં થયો છે. સીરિયલ સિવાય તેઓ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે વર્ષ 2018માં ગુજરાતી ફિલ્મ શરત લાગોથી ડેબ્યૂ કર્યું હતું. તે સમયે પણ તેમના લોકો ખૂબ જ વખાણ કરતાં હતા અને આજે પણ ગુજરાતમાં પણ લીલા બા તરીકે જ ખૂબ જ જાણીતા છે.
અલ્પના બુચને વર્ષ 2014માં આવેલી ટીવી સીરિયલ સરસ્વતી ચંદ્રથી પોતાની ઓળખ મળી હતી. આ ઉપરાંત ટીવી સીરિયલ પાપડ પોલ શાહબુદ્દીન રાઠોડના રંગીન દુનિયામાં જોવા મળ્યા હતાં. આ બન્ને સીરિયલના કારણે અલ્પના બુચ ખૂબ જ ફેમસ થયા હતાં.
પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો, અલ્પના ફિલ્મી બેકગ્રાઉન્ડથી છે. તેમના પિતા છેલ વૈદ્ય ડાયરેક્ટર અન પ્રોડ્યુસર છે. જ્યારે તેમનો ભાઈ પણ ડાયરેક્ટર, લેખક અને ગીતકાર છે. અલ્પનાએ ઘણાં ફેમસ શો કર્યાં છે. મૂળ ગુજરાતી અલ્પનાએ મુંબઈમાં અભ્યાસ કર્યો છે. તેણે બહુ જ નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. થિયેટર સાથે પણ જોડાયેલા છે.
અલ્પના બુચની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો, તેમના લગ્ન મેહુલ બુચ સાથે થયા છે. જેમણે સ્ટાર પ્લસના શો કુલ્ફી કુમાર બાજેવાલામાં લવલીના પ્રભાવશાળી પિતાની ભૂમિકા નિભાવી હતી. અલ્પના અને મેહુલે હાલમાં જ પોતાના લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. બન્નેની મુલાકાત કામના સમયે થઈ હતી અને આ મુલાકાત થોડા જ દિવસોમાં પ્રેમમાં બદલાઈ ગઈ હતી.
મેહુલ અને અલ્પનાની કામ સમયે પહેલી મુલાકાત થઈ હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે પ્રેમ થયો હતો અને પછી બન્ને લગ્નગ્રંથીથી જોડાયા હતાં. અલ્પના અને મેહુલની એક પુત્રી પણ છે જેનું નામ ભવ્યા છે. મહત્વની વાત એ છે કે, સીરિયલ સિવાય પણ અલ્પના પ્રતિક ગાંધની ફિલ્મ લવની લવ સ્ટોરીમાં પણ જોવા મળી હતી.
આ ઉપરાંત સરસ્વતીચંદ્રએ તેમના કરિયરને અલગ ઓળખ આપી હતી. આ શોમાંતેઓ કુમુદ અને કુસુમની માતા Guniyal Devi Desaiના રોલમાં જોવા મળી હતી. આ શોને સંજય લીલા ભંસાલીએ પ્રોડ્યુસ કર્યો હતો. તેઓ ગુજરાતી પ્લે ચુપ રહો ખુશ રહો, રૂપિયાની રાણી ને ડોલરનો રાજા, ખરા છો તમેમાં કામ કરી ચૂકી છે.