Only Gujarat

Bollywood

વર્ષોથી ગુમનામી જિંદગી જીવી રહી છે મિથુનની આ હીરોઈન, આજે દેખાય છે આવી

વિતેલા જમાનાની એક્ટ્રેસ રંજિતાનો ગઇકાલે જન્મ દિવસ હતો. તેમનો જન્મ 22 સપ્ટેમ્બર 1959માં પંજાબમાં થયો હતો. અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કરનાર રંજિતાનું પુરૂ નામ રંજિતા કૌર છે. પ્રોફેશનલ લાઇફની જેમ તેમની અંગત જિંદગી પણ ચર્ચામાં રહી છે. તેમના પર પતિ સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. તેમણે પતિને મારવા માટે ચોથા ફ્લોર પરથી ધક્કો મારવાની કોશિશ કરી હોવાનું પણ સામે આવ્યું હતું. રંજિતા વર્ષોથી ગુમનામી જિંદગી જીવી રહી છે.

80માં દશકની એક્ટ્રેસ રંજિતાએ આમ તો અનેક ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ ઋષિ કપૂર સાથે ફિલ્મ લૈલા મજનુ ફિલ્મે તેમને બોલિવૂડમાં ઓળખ અપાવી. આ ફિલ્મથી જ તેમણે ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી આવેલી રંજિતાને પહેલી ફિલ્મ જ સુપરસ્ટાર ઋષિ કપૂર સાથે મળી હતી. તેનાથી તે ખૂબ જ ખુશ હતી. આ પહેલા ઋષિકપૂર ફિલ્મ બોબીમાં કામ કરી ચૂક્યાં હતા.

રંજિતાએ સચિન સાથે રાજેશ્રી પ્રોડકશનની ફિલ્મ અંખીયો કે ઝરૂખે સેમાં કામ કર્યું. જે જબરદસ્ત સુપરહિટ રહી. એક અંગ્રજી ઉપન્યાસ પર આધારિત આ ફિલ્મમાં રંજિતાએ કેન્સરગ્રસ્ત યુવતીનો રોલ અદા કરીને તેમની સાદગીથી લોકોને પ્રભાવિત કરી દીધા હતા. ત્યારબાદ મિથુન ચક્રવર્તી સાથે રાજશ્રી પ્રોડકશનની ફિલ્મ તરાનામાં પણ તેમના કામની ખૂબ પ્રશંસા થઇ હતી.


આમ તો રંજિતાના ખાતામાં કોઇ મેગા હિટ ફિલ્મ તો ન હતી પરંતુ નાની-નાની ફિલ્મોમાં જ કામ કરીને તેમણે તેમની ઓળખ બનાવી. ફિલ્મ કરિયર દરમિયાન તેમણે સચિનથી માંડીને અમિતાભ બચ્ચન સુધી અને મિથુનથી માંડીને વિનોદ ખન્ના સાથે પણ કામ કર્યું. તેમણે તે સમયના મોટાભાગના સુપર સ્ટાર્સ સાથે કામ કર્યું.

મિથુન ચક્રવર્તી સાથે કથિત સંબંધોના કારણે તેમજ કંઇક તેમના તુંડમિજાજના કારણે તો કંઇક બદલાયેલા સમય સાથે ખુદને ન ઢાળી શકતા. તે કરિયરમાં પાછળ રહેવા લાગી.

રંજિતાએ અનેક સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યુ. લૈલા મજુનુ, અંખીયો કે ઝરૂખો સે, સુરક્ષા, તરાના, હમ સે બઢકર કૌન, આદત સે મજબૂર, બાજી, ગુનાહ કા દેવતા, ઉસ્તાદો કે ઉસ્તાદ, સુન સજના, વો જો હસીના જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

કેટલાક રિપોર્ટસમાં એવો દાવોમાં કરવામાં આવ્યો છે કે, તેમણે પતિ સાથે મારપીટ કરી હતી. આટલું જ નહીં તેમણે તેમના પતિને ચોથા ફ્લોરથી ધક્કો મારવાની પણ કોશિશ કરી હતી. આ ઘટના બાદ રંજિતાનો પતિ પોલીસ પાસે મદદ માટે પહોંચ્યો હતો.

રંજિતાના પતિએ રાજ મસંદે પૂણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસના હસ્તક્ષેપ બાદ પરિવારમાં બધું જ બરાબર ચાલતું હોવાની વાત સામે આવી હતી. પતિએ સિનિયર સિટીઝન હેલ્પલાઇનથી પત્ની વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. રંજિતા તેમના દીકરા સ્કાઇ સાથે મળીને પતિને શારિરીક ત્રાસ આપી રહી હતી.

રંજિતા અને રાજ મસંદ વચ્ચેનો આ વિવાદ તેમના દીકરાના કારણે શરૂ થયો હતો. મળતી માહિતી મુજબે રાજે દીકરાના પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમનો દીકરો અમેરિકામાં અભ્યાસ કર્યાં બાદ હાલ બિઝનેસ કરી રહ્યો છ. પૈસા ન આપવાથી શરૂ થયેલા આ વિવાદ બાદ રાજની મુ્શ્કેલી વધી. જ્યારે રાજે પોલીસ ફરિયાદની વાત કરી તો દીકરો રાજને વધુ ધમકાવવા લાગ્યો.

આ મામલે રંજિતાએ બચાવ કરતા જણાવ્યું હતું કે, ઝઘડા તો દરેક ઘરમાં થાય છે. મારા પતિ અને દીકરો સાથે જ અમેરિકામાં કામ કરે છે. માત્ર બિઝનેસના મામલે વિવાદ થયો હતો. જો કે, હાં વાત એટલી વણસી ગઇ હતી કે, મારા પતિએ પોલીસની મદદ લીધી. જો કે હવે આ મામલે રાજ પણ એવું જ કહે છે કે, વિવાદ માત્ર બિઝનેસ મુદ્દે હતો અને હવે તે કોઇ ફરિયાદ કરવા નથી માંગતો.

You cannot copy content of this page