Only Gujarat

Bollywood FEATURED

આ સ્ટાર્સને નથી નડતી બે આંખની શરમ, આસપાસમાં રહેતાં લોકોને કરે છે હેરાન

બોલિવૂડ સ્ટાર્સનું જીવન સામાન્ય લોકો કરતાં ઘણું અલગ હોય છે. ઘણાં ફિલ્મી સ્ટાર લેટ નાઇટ પાર્ટી કરે છે. ઘણીવાર તેમના ઘરે થતાં મીડિયા સ્પૉટિંગને લીધે તેમના ઘરની આસપાસ રહેતાં લોકોને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવું ઘણાં સ્ટાર સાથે પણ થઈ ગયું છે. જેને લીધે તેમના પાડોસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, પાડોસીઓ સાથે આ સ્ટાર્સને ઘણીવાર ઝઘડો પણ થયો અને ઘણાં સ્ટાર્સે પાડોસીઓએ તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી છે. આ સ્ટારના લિસ્ટમાં કરીના કપૂર ખાનથી ઐશ્વર્યા રાય બચ્ચન સુધીના નામ સામેલ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન
એક્ટ્રસ ઐશ્વર્યા રાય બચ્ચનથી તેના પાડોસી ત્યારે હેરાન થઈ ગયાં હતાં, જ્યારે સલમાન ખાન સાથે તેમનું અફેર ચાલતું હતું. જ્યારે એક દિવસ સલમાન ખાને મોડી રાત્રે ઐશ્વર્યા રાય બચ્ચનના ઘરે પહોંચી હોબાળો કર્યો હતો. આ હોબાળાથી એક્ટ્રસના પાડોસી હેરાન થયા હતાં અને બંને સામે પોલીસ ફરિયાદ કરી હતી.

રણબીર કપૂર
રણબીર કપૂર આમ તો ઘણો ઇન્ટ્રોવર્ટ છે પણ, ફ્રેન્ડ સાથે તે ખાસ ‘બેશર્મ’ થઈ જાય છે. જેને લીધે તેમને ભૂતકાળમાં મુશ્કેલી થઈ હતી. પહેલાં ઘણી એક્ટ્રસ સાથે લિંકઅપના સમાચાર સામાન્ય રહેતાં હતાં. આ દરમિયાન રણબીર કપૂર ઘણી લેટનાઇટ પાર્ટી કરતો હતો, જે સવારે 4 વાગ્યા સુધી ચાલતી હતી. જેમાં લાઉડ મ્યૂઝિક વાગતું હતું અને પાડોસીઓની ઊંઘ બગડતી હતી. તેમની આ આદતથી કંટાળી પાડોસીએ પોલીસ ફરિયાદ કરી હતી.

શાહિદ કપૂર
મીડિયા રિપોર્ટ મુજબ, શાહિદ કપૂર જ્યારે તેમના જુહૂવાળા ઘરમાં રિનોવેશન કરાવતો હતો ત્યારે તેમના ઘરમાં કામ કરતાં કારિગરોએ પાડોસીઓને હેરાન કર્યાં હતાં. શાહિદ કપૂરના ઘરનું કામ ઘણાં દિવસો સુધી ચાલ્યું હતું. આ દરમિયાન તેમના ઘરમાં કામ કરનારા મજૂર પાડોસીઓની દીવાલ પર પેશાબ કરતાં હતાં. જેનાથી કંટાળીને પાડોસીઓએ પોલીસ ફરિયાદ કરી દીધી હતી.

કરીના કપૂર ખાન
આવું જ કંઈક કરીના કપૂર ખાન સાથે પણ થયું છે. આ વાત વર્ષ 2016ની છે. જ્યારે બૉલિવૂડ એક્ટ્રસે પોતાના ઘર પર ફિલ્મના એન્ડની સક્સેસ પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી. આ પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી. જ્યાં પાર્ટીમાં સામેલ સ્ટાર્સે એટલો હોબાળો કર્યો હતો કે, પાર્ટી રોકવા માટે પાડોસીઓએ પોલીસને બોલાવી હતી.

શક્તિ કપૂર
ફિલ્મોના ખલનાયક અને કોમેડિયન શક્તિ કપૂર સાથે પણ આવું થયું હતું તેમણે પાડોસીઓને ખૂબ જ હેરાન કર્યાં હતાં. આ ઘણું શર્મિંદગી ભર્યું પણ હતું. રિપોર્ટ મુજબ, શક્તિ કપૂરના પાડોસીઓ એટલે હેરાન થઈ ગયાં હતાં કે તે કથિત રીતે લિફ્ટમા જ પેશાબ કરી દેતાં હતાં. એટલું જ નહીં, પાડોસીઓએ શક્તિ કપૂર પર એવો આરોપ લગાવ્યો હતો કે, તે કૉરિડોરમાં વગર કપડાંએ ફરતાં હતાં. આ પછી તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને તેમણે માફી પણ માગી હતી.

આદિત્ય પંચોલી
ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલીએ પણ તેમના પાડોસીઓને સાથે ખરાબ રીતે ઝઘડો કર્યો હતો. જેમાં કથિત રીતે આદિત્ય પંચોલીએ પોતાના પાડોસીનું નાક તોડી નાખ્યું હતું. આ પછી બાબત પોલીસ સુધી પહોંચી હતી.

પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટા પર પણ પાડોસીઓએ હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. રિપોર્ટ મુજબ, પ્રીતિ ઝિન્ટા મુંબઈના જે ફ્લેટમાં રહેતી હતી. તે ઘણીવાર પોતાના બોડીગાર્ડ્સ સાથે પાર્કમાં ફરવા જતી હતી. જ્યાં તેમના બોડીગાર્ડ્સ બાળકોને વઢતાં હતાં. પ્રીતિ ઝિન્ટાથી પાડોસીઓથી હેરાન થઈ ગયાં હતાં અને પોલીસ ફરિયાદ પણ કરી હતી.

You cannot copy content of this page