Only Gujarat

Bollywood

મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્નમાં આ સિંગરે કર્યું હતું પર્ફોર્મ, જુઓ તે કેવા આલીશાન મહેલમાં રહે છે

મુંબઈઃ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી જે વર્લ્ડ ફૅમશ સિંગરની ફૅન છે, તેનું નામ બિયોન્સ છે. બિયોન્સ 39 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 4 સપ્ટેમ્બર, 1981માં હૉસ્ટન, ટેક્સાસના અમેરિકામાં થયો હતો. બિયોન્સ આમ તો સિંગર, એક્ટ્રસ, પ્રોડ્યુસર અને કમ્પોઝર છે. તેમણે સિંગર અને એક્ટ્રસ તરીકે ઘણાં એવોર્ડ્સ જીત્યા છે. ઓછા લોકો જાણતાં હશે કે, મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ તેમના પ્રીવેડિંગ સેરેમનીમાં બિયોન્સને ઇન્ડિયા બોલાવી હતી. આવું તેમણે એટલે કર્યું હતું કે, ઈશા અંબાણી બિયોન્સની ખૂબ જ મોટી ફેન છે. ઉદયપુરમાં થયેલી સેરેમનીમાં બિયોન્સે જબરદસ્ત પર્ફોમન્સ આપ્યું હતું. તેમણે આ અવસરે ઇન્ડિયન જ્વેલરી પહેરી હતી.

મહત્ત્વનું છે કે, થોડાંક જ કલાકના પર્ફોમન્સ માટે બિયોન્સે અંબાણી પાસે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યાં હતાં. બિયોન્સના બર્થડેના અવસરે અમે તેમના માલિબૂ, કેલિફોર્નિયા મેન્શનના કેટલાક ફોટો બતાવી રહ્યાં છીએ. અંદરથી જોવામાં આ મેન્શન કોઈ મહેલ કરતાં ઓછું નથી. ઉલ્લેખનીય છે કે, બિયોન્સ પાસે ઘણાં આલીશાન અને શાનદાર મેન્શન છે.

બિયોન્સનું મેન્શન અંદરથી ખૂબ જ લક્ઝૂરિયસ છે. અહીં દરેક પ્રકારની સુવિધા હાજર છે.

સીટિંગ એરિયામાં મોટાં-મોટા સોફા લગાડવામાં આવ્યા છે. દીવાલ પર ઘણાં કિંમતી શોપીસ જોવા મળે છે. મોટાભાગના રૂમમાં ફાયર સ્પેસ છે.

મેન્શનમાં લગભગ 10 બેડરૂમ અને 14 બાથરૂમ છે. મોટાભાગના રૂમ્સ વ્હાઇટ કલરથી ડેકોરેટ છે.

મેન્શનનાં દરેક ખૂણા ખૂબ જ સારી રીતે શણગાર્યાં છે. ડાઇનિંગ એરિયામાં મોટા ઝુમ્મર લગાડવામાં આવ્યાં છે.

મેન્શનમાં મોટું થિએટર છે, જેમાં ફુલ સાઇઝ સ્ક્રીન લગાવવામાં આવી છે. સિટીંગ માટે પણ મોટાં સોફા લગાડવામાં આવ્યાં છે.

મેન્શનમાં જાડા કાચનો દરવાજો છે, જેમાંથી બહારનો સુંદર નજારો જોવા મળી શકે છે.

મેન્શનના ફ્રન્ટમાં શાનદાર ગાર્ડન છે. જ્યાં ફાઉન્ટેથી બેસવા સુધીની પણ વ્યવસ્થા છે.

બહારથી આવું દેખાય છે બિયોન્સનું મેન્શન.

બિયોન્સનું આ મેન્શન 16, 107 સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page