Only Gujarat

Bollywood FEATURED

નાનપણમાં સૈફની દીકરી રસ્તાની વચ્ચે કરતી હતી ડાન્સ, લોકોએ ભિખારણ સમજીને આપ્યા હતા પૈસા

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસ સારા અલી ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રસમાંથી એક છે. સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટો પણ શેર કરતી રહે છે. તેમના બાળપણના ક્યૂટ ફોટો પણ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. સાથે જ પોતાના બાળપણની ક્યૂટ એક્ટિવિટીઝનો ઉલ્લેખ સારા તેના ઇન્ટરવ્યૂમાં ઉલ્લેખ કરતી રહે છે. એવો જ એક રસપ્રદ કિસ્સો સારાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યો હતો. જ્યારે તે રોડ પર ડાન્સ કરી રહી હતી ત્યારે લોકોએ તેને ભીખારી સમજી લીધી હતી.

સારાએ એક બાળપણનો કિસ્સો શેર કરતાં જણાવ્યું હતું કે, ‘તે પરિવાર સાથે વેકેશન પર હતી. આ દરમિયાન તે શોપિંગ માટે બહાર ગઈ હતી. આ દરમિયાન સૈફ અલી ખાન, અમૃતા સિંહ અને ઇબ્રાહિમ દુકાનમાં કંઈ લેવા માટે અંદર ગયાં. પણ સારા પોતાની અલગ ધૂનમાં હતી. તે એકલી પોતાની મસ્તીમાં રોડ પર ડાન્સ કરી રહી હતી. તેને લોકો ભીખારી સમજી રૂપિયા આપવા લાગ્યા હતાં. આ દરમિયાન સારાએ રૂપિયા લઈ લીધા અને ડાન્સ કરતી રહી હતી.’

જ્યારે સૈફ અને અમૃતા દુકાનથી બહાર આવ્યા તો તેમણે આ વિશે જણાવાવવામાં આવ્યું કે, સારા રોડ પર ડાન્સ કરી રહી હતી અને રોડ પરથી પસાર થતાં લોકોને તે ખૂબ જ ક્યૂટ લાગી એટલે તેને રૂપિયા પણ આપ્યાં હતાં. એટલામાં જ સારાની મા અમૃતાને બોલવા લાગી કે ક્યૂટ નહીં ભીખારણ લાગી એટલે રૂપિયા આપ્યાં.

સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે વરુણ ધવનના ઓપોઝિટ ફિલ્મ ‘કુલી નંબર 1’માં જોવા મળશે. આ ઉપરાંત તે આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી’નો પણ ભાગ છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર અને ધનુષ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

You cannot copy content of this page