Only Gujarat

FEATURED National

મંત્રીએ કોરોનાની રસીની લીધી ટ્રાયલ, પરિવાર ચિંતિંત ને અધિકારીઓ ટેન્શનમાં

હરિયાણામાં દેશી કોરોના રસીની ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ થઈ ગયુ છે. હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજને ટ્રાયલની પહેલી રસી લગાવવામાં આવી. હવે, 42 દિવસ પછી શરીરમાં એન્ટિબોડીઝની તપાસ કરવામાં આવશે. કોરોનાની આ રસીથી આખા દેશને મોટી આશા છે. ચાલો જાણીએ કે, હરિયાણાના આરોગ્ય પ્રધાન વિજને જ્યારે પ્રથમ રસી લગાવવામાં આવી ત્યારે હોસ્પિટલનું વાતાવરણ કેવું હતું.

આરોગ્ય પ્રધાન અનિલ વિજ પર કોવાક્સિન ટ્રાયલ દરમિયાન અધિકારીઓએ અડધો કલાક શ્વાસ ફુલી ગયો હતો. જો કે, રસીનું કોઈ રિએક્શન ન આવ્યા પછી, ડોકટરોએ રાહતનો શ્વાસ લીધો અને પરિવારના સભ્યોના ચહેરા પણ ખીલી ઉઠ્યા. અગાઉ, ટ્રાયલ દરમિયાન, જ્યાં વિજના ભાઈ કપિલ વિજની આંખોમાં આંસુ હતા, ત્યાં પરિવારના અન્ય સભ્યો પણ આરોગ્ય પ્રધાનને વીડિયો કોલ દ્વારા પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા.

હજારો સ્વયંસેવકોએ કોવાક્સિનની ટ્રાયલમાં ભાગ લેવા રસ દાખવ્યો હતો, પરંતુ જ્યારે હરિયાણાના ગૃહ અને આરોગ્ય પ્રધાને પોતાને સ્વયંસેવક તરીકે રજૂ કર્યા ત્યારે વિભાગીય અને વહીવટી અધિકારીઓની ચિંતા પણ વધી ગઈ. આ કારણ છે કે પરીક્ષણ માટેની તૈયારીઓ પહેલાથી જ શરૂ કરવામાં આવી હતી. એક દિવસ અગાઉ, સિવિલ સર્જને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું અને તેની વ્યવસ્થા અને તૈયારીઓ વિશે પૂછપરછ કરી હતી.

સિવિલ સર્જન ડો.કુલદીપ સિંહ સિવાય રોહતક પીજીઆઈથી આવેલા કોવિડ-19ના સ્ટેટ નોડલ અધિકારી ડૉ. ધ્રુવ ચૌધરી, રિસર્ચનાં મુખ્ય તપાસ અધિકારી ડો.સવિતા વર્મા, સહાયક તપાસ અધિકારી ડો.રમેશ વર્મા, નર્સિંગ અને એલટી સ્ટાફ ટ્રાયલ બાદ સેકન્ડે-સેકન્ડે આરોગ્ય પ્રધાનના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા હતા.

મંત્રી વિજ આખી ઘટના દરમિયાન સંપૂર્ણ શાંત દેખાયા હતા. તે જરાય પણ ચિંતિત દેખાયા ન હતા. સતત પરિવાર અને પ્રિયજનો સાથે વાતચીત કરતા રહ્યા હતા. ભત્રીજી આરતી અને ભત્રીજા શુભમ અને અન્ય પરિવારના લોકોએ વીડિયો કોલ દ્વારા તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

કુલ 25 હજાર 600 લોકો પર કોવાસીનનું ટ્રાયલ કરવામાં આવશે. કોવિડ-19ના સ્ટેટ નોડલ ઓફિસર ડો.ધ્રુવ ચૌધરીએ જણાવ્યું હતું કે, દરેક વય જૂથ પર રસી પરીક્ષણ કરવામાં આવશે. પરિણામ આવવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગશે. જો પરિણામો સફળ રહ્યા, તો અમે કોરોનાને હરાવવામાં સફળ રહીશું. ત્યાં સુધી લોકોએ સાવધાની સાથે કોરોના સામે લડાઈ લડવી પડશે.

કોવાક્સિનનું પરીક્ષણ કરાવવું મારા માટે ગર્વની વાત છે, જે બિમારી સામે દુમિયા ઝઝૂમી રહી છે, તેની રસીનું પરીક્ષણ મારા શરીર પર થયુ છે. તે વાતનો આનંદ છે. આની પ્રેરિત થઈને,હવે વધુમાં વધુ લોકો આ ટ્રાયલમાં ભાગ લેશે. આ હેતુથી જ મે મારા પર કોવાક્સિનના પરિક્ષણનો નિર્ણય લીધો છે. અનિલ વિજ, ગૃહ અને આરોગ્ય પ્રધાન.

You cannot copy content of this page