મૃત નાગિન પાસે પહેરો દઈને બેસી રહ્યો નાગ, કારણ જાણી તમે ખરેખર ચોંકી જશો

તમે ફિલ્મોમાં નાગ-નાગિનની વાર્તાઓ સાંભળી હશે કે નાગિને નાગના મોતનો બદલો કેવી રીતે લીધો? કેવી રીતે એક નાગિન, નાગને છોડી ગયા બાદ કેવી રીતે સાથે મળે છે? પરંતુ બદાયુંમાં જે પણ કંઈ થઈ રહ્યું છે તે કોઈ ફિલ્મની નથી પરંતુ હકીકત ઘટના છે. જ્યાં એક નાગ નાગિનના મૃતદેહ પર પહેરો કરતો જોવા મળ્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઘટના બિલ્સી વિસ્તાના નગલા ડલ્લુની છે જ્યાં એક નાગ અને નાગિન એકસાથે ઘણીવાર જોવા મળે છે. પરંતુ એક દિવસ પહેલા એક નોળિયાએ નાગિનને મારી નાખી હતી ત્યારથી તેના મૃતદેહ પાસે નાગ ફેણ ફેલાવીને પહેરો કરી રહ્યો છે. આ જોઈને આસપાસના ગામમાંથી લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને ઘણાં લોકો પોતાના મોબાઈલમાં આ ઘટનાનો વીડિયો ઉતારી રહ્યાં હતાં.

ગામના લોકોનું કહેવું છે કે, દેવ સ્થાન પર આ નાગ-નાગિન ઘણીવાર એકસાથે જોવા મળતાં હતાં પરંતુ મોડી રાતે નોળિયા સાથે લડાઈ હતી જેમાં નાગિન મરી ગઈ હતી. હાલ આ ઘટનાની સમગ્ર ગામમાં ચર્ચા ચાલી રહી છે.

નોળિયા અને નાગિન વચ્ચે લડાઈ હતી જેમાં નાગિનનું મોત થયું હતું. નાગિનના મોત બાદ નાગ પહેરો કરી રહ્યો હતો. નાગ અને નાગિનન પ્રેમ જોઈને ઘણાં લોકો તેના વખાણ કરી રહ્યાં હતાં. જોકે હાલ નાગનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ જોઈ લોકોમાં કૂતુર્હલ ફેલાયું છે.