Only Gujarat

Bollywood FEATURED

ગુલશન કુમારનો દીકરો અક્કીની હીરોઈનને જોતા જ પડી ગયો ને પ્રેમમાં ને હવે છે એક દીકરો બાપ!

મુંબઈઃ આજથી 16 વર્ષ પહેલાં વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’માં કામ કરી ચૂકેલી એક્ટ્રસ દિવ્યા ખોસલા અત્યારે ટી-સીરિઝના ફાઉન્ડર ગુલશન કુમારની પૌત્રવધુ છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની હીરોઈન હતી. દિવ્યા ખોસલાનો જન્મ 20 નવેમ્બર, 1987માં દિલ્હીમાં થયો હતો. દિવ્યાએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 2004માં આવેલી તેલુગુ ફિલ્મ ‘લવ ટુડે’થી કરી હતી. જોકે, આગામી વર્ષ 2005માં તેમણે ગુલશન કુમારના દીકરા ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મોમાંથી દૂર થઈ ગઈ.

દિવ્યા ખોસલાએ ટી-સીરિઝના ફાઉન્ડર ગુલશન કુમારના દીકરા ભૂષણ કુમાર સાથે 13 ફેબ્રુઆરી, 2005એ વૈષ્ણો દેવી મંદિર (કટરા)માં લગ્ન કર્યાં હતાં. લગ્નના 6 વર્ષ પછી વર્ષ 2011માં તેમણે દીકરા રુહાનને જન્મ આપ્યો હતો. ગુલશન કુમારના પરિવારમાં દીકરા ભૂષણ કુમાર ઉપરાંત દિવ્યા ખોસલા કુમાર અને બે દીકરી તુલસી અને ખુશાલી કુમાર છે.

ગુલશન કુમારના દીકરા સાથે આ રીતે પહેલી મુલાકાત થઈ હતી
ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’ના શૂટિંગ દરમિયાન જ ભૂષણ કુમાર અને દિવ્યાની પહેલી મુલાકાત થઈ હતી. આ પછી બંનેની મેસેજ અને ચેટ પર વાત થવા લાગી હતી. આ દરમિયાન ભૂષણ કુમારને દિવ્યા સાથે પ્રેમ થઈ ગયો હતો.

ભૂષણ કુમારે બહેનના લગ્નમાં દિવ્યાના પરિવારને આમંત્રિત કર્યો હતો
ધીરે-ધીરે શરૂ થયેલી વાતચીત પછી ભૂષણ કુમારે દિલ્હીમાં તેમની બહેનના લગ્નમાં દિવ્યાના પેરેન્ટ્સને બોલાવ્યા હતાં. અહીં દિવ્યાના પેરેન્ટ્સ જ્યારે ભૂષણ કુમારને મળ્યા તો પહેલી નજરમાં તેમણે ભૂષણને પસંદ કરી લીધા હતાં. દિવ્યા મુજબ, ‘આ પછી મારી માએ પણ મને ભૂષણ સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું તો હું પણ તેમને પસંદ કરવા લાગી હતી અને અમે લગ્ન કરી લીધા હતાં.’

મ્યૂઝિક વીડિયોથી કરી શરૂઆત
દિવ્યા પહેલીવાર વર્ષ 2000માં સિંગર ફાલ્ગુની પાઠકના મ્યૂઝિક વીડિયો ‘અય્યો રામા હાથ સે દિલ ખો ગયા’માં જોવા મળી હતી. આ પછી તે વર્ષ 2003માં કૃણાલ ગાંજાવાલાના આલબમ ‘જિદ ના કરો યે દિલ દા મામલા હૈ’માં જોવા મળી હતી. આ મ્યૂઝિક વીડિયોમાં સલમાન ખાન પણ હતો. વર્ષ 2017માં દિવ્યાએ પલક મુચાલ અને અરિજીત સિંહના મ્યૂઝિક વીડિયો ‘કભી યાદ મેં આઉં’માં પણ કામ કર્યું છે.

પોતાની જ ફિલ્મમાં આઇટમ જાન્સ કરી ચૂકી છે દિવ્યા
દિવ્યા ખોલસા કુમારના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘સનમ રે’માં તેમણે ખુદ આઇટમ ડાન્સ કર્યો હતો. ‘હમને પી રખી હૈ’ ગીતમાં દિવ્યા ખૂબ જ હૉટ અને ગ્લેમરસ લાગી રહી હતી. આ પછી આ ફિલ્મના એક અન્ય ગીત ‘અક્કડ-બક્કડ બમ્બે બો’માં પણ દિવ્યા ખોસલા આઇટમ ડાન્સ કરતી જોવા મળી હતી.

આ ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસર હતી દિવ્યા
લગભગ 20 મ્યૂઝિક વીડિયોનું ડિરેક્શન કર્યાં પછી દિવ્યા ખોસલા કુમારે વર્ષ 2014માં ફિલ્મ ‘યારિયાં’નું ડિરેક્શન કર્યું હતું. આ પછી ફિલ્મ ‘સનમ રે’ 2016માં ડિરેક્ટ કરી હતી. દિવ્યા વર્ષ 2015માં આવેલી રણબીર કપૂરની ફિલ્મ ‘રૉય’થી પ્રોડ્યુસર તરીકે જોડાઈ ચૂકી છે.

તેલુગુ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે દિવ્યા
દિવ્યા ખોસલાએ વર્ષ 2004માં તેલુગુ ફિલ્મ ‘લવ ટુડે’માં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે ઉદય કિરણ, દેવદર્શિની, શ્રીનિવાસ રેડ્ડી, સુમન શેટ્ટી અને રઘુનાથ રેડ્ડીનું કામ કર્યું હતું.

ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’માં અક્ષય કુમાર સાથે દિવ્યા ખોસલા કુમાર.

દીકરા રુહાન અને પતિ ભૂષણ કુમાર સાથે દિવ્યા ખોસલા.

You cannot copy content of this page