Only Gujarat

FEATURED National

આ વ્યક્તિએ શરમ રાખ્યા વગર કર્યાં આ તમામ કામો, આજે ફરે છે કારમાં ને રહે છે આલિશાન ઘરમાં

ચંદીગઢઃ કહેવાય છે કે કોઇપણ કામ નાનુ નથી હોતું અને મહેનતથી દરેક ધ્યેયને પ્રાપ્ત કરી શકાય છે. આવી જ એક પ્રેરક કહાની છે હિમાચલ પ્રદેશના કાંગડાના નગરોટા બંગવામાં રહેતા હરવંશ કુમારની. શરૂઆત નાના પાયેથી કરી પરંતુ હવે તેઓ એવી ટોચે પહોંચી ગયા છે, જ્યાંથી દરેક માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.

કાંગડા જિલ્લાના નગરોટા બગવા ઉપમંડલના ધલું ગામની પટિયાલકર પંચાયતના હરવંશ કુમારે 16 વર્ષની ઉંમરમાં ખચ્ચર લાદવાનું કામ કર્યું. આજે તેઓ એક સફળ વેપારી છે. આજે તેમની પાસે આલીશાન ઘર છે. ફરવા માટે એક કાર અને એક સ્કૂટી છે તથા અલ્ટ્રાટેક અને અમ્બુજા સિમેન્ટની એજન્સી પણ છે.

ડિઝિટલ ન્યૂઝપેપર ફોક્સ હિમાચલના રિપોર્ટ પ્રમાણે 63 વર્ષના હરવંશ કુમારની દરરોજની દિનચર્યા રાતે બે વાગ્યાથી શરૂ થતી હતી. છેલ્લા 47 વર્ષથી તેઓએ એકપણ રજા લીધી નથી. રોજ દસ વાગ્યે સવાર સુધી પોતાનું તમામ કામ પતાવી દેતા હતા અને ભવન નિર્માણ માટે તેઓ રેતી, વોલ્ડર અને સિમેન્ટ ઉપલબ્ધ કરાવતા હતા.

હરવંશ કુમારનું કહેવું છે કે ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. પિતા ખેડૂત હતા અને મોટો પરિવાર હતો. રોજી-રોટીનું કોઇ માધ્યમ નહોતું. એવામાં તેમનો અભ્યાસ બાળપણથી જ છૂટી ગયો. 16 વર્ષના હતા ત્યારે રોજમદાર તરીકે એક ખચ્ચર માલિકને ત્યાં ખચ્ચર લાદવાનું કામ શરૂ કર્યું.

12 વર્ષ સુધી આ કામ કરી ખુબ જ મહેનત કરી અને પછી પૈસા એકત્રિત કરી ખચ્ચર ખરીદી કરી અને પોતાનું કામ શરૂ કરી દીધું. સંઘર્ષના આ સમયમાં પત્નીએ ખૂબ જ સાથ આપ્યો અને બાદમાં ગરીબીને મ્હાત આપી વેપાર શરૂ કર્યો.

હરવંશ કુમારની સાત દીકરી અને એક દીકરો છે અને તેમણે છ દીકરીઓને શિક્ષિત કરી તેમના લગ્ન કરાવ્યા. એક દીકરી અને એક પુત્રના લગ્ન કરવાના બાકી છે. પુત્ર વિશાલ બીએસસી કરી રહ્યો છે. હાલ પિતાના કારોબારમાં મદદ કરી રહ્યો છે. હરવંશનું કહેવું છે કે કોઇપણ કામ નાનું હોતું નથી પરંતુ મહેનતથી દરેક કામમાં મોટી સફળતા મેળવી શકાય છે.

You cannot copy content of this page