Only Gujarat

Bollywood

સાઉથ ઈન્ડિયન ફિલ્મની જાણીતી અભિનેત્રીના ઘરે ઈન્કમ ટેક્સની રેડ

મુંબઈ: સાઉથ ઈન્ડિયન સિનેમાની ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લાખો લોકોના દીલ જીતી લેનાર અભિનેત્રી રશ્મિકા મંદાનાના ઘર પર ઈન્કમ ટેક્સ વિભાગે રેડ પાડી છે. રશ્મિકા મંદાની સાઉથ સિનેમાની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંથી એક છે. તે કર્ણાટકના કોડુગુ જિલ્લાના વિરાજપેટમાં રહે છે, જ્યાં ઈન્કમ ટેક્સના અધિકારીઓએ રેડ પાડી છે. આઈટી વિભાને રેડમાં શું હાથ લાગ્યું છે તે અંગેની વિગતો હજી બહાર આવી નથી.

અંગ્રેજી વેબસાઈટ ‘ધ હિન્દુ’ના અહેવાલ મુજબ રશ્મિકા મંદાનાના ઘર પર ગુરવારે ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ સર્ચ અને સીઝર ઓપરેશન ચલાવ્યું હતું. બેંગ્લોરના આઈટી અધિકારીઓની એક ટીમે ગુરૂવાર સવારે 7.30 વાગ્યે ત્રાટકી હતી. જોકે હજી સુધી અભિનેત્રી કે આઈટી વિભાગે રેડ અંગે જોઈ સત્તાવાર નિવેદન આપ્યું હતું.

નોંધનીય છે કે થોડાંક દિવસ પહેલાં મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે રશ્મિકા મંદાના સાઉથ સિનેમાની મોંઘી અભિનેત્રીઓમાંથી એક છે. તેણે ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. જોકે જ્યારે રશ્મિકા મંદાનાને તેની ફી અંગે પૂછવામાં આવ્યું તો તેણે આ વાતનું ખંડન કર્યું હતું. તેણે કહ્યું હતું, ‘‘હું તો હજી ફિલ્મોમાં બેબી સ્ટેપ્સ લઈ રહી છું અને હું સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી નથી.’’

અંગેજી વેબસાઈટ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં રશ્મિકાએ કહ્યું હતું, ‘‘જ્યારે લોકો કહે છે કે હું સૌથી વધુ પૈસા ફિલ્મના લવ છું, તો મને આશ્ચર્ય થાય છે. ખબર નહીં આ સમાચાર ક્યાંથી ફેલાઈ રહ્યા છે. મારી પાસે બેંકમાં કોઈ પૈસા નથી. હું હજી પણ એક ન્યૂ કમર જ છું.’’

રશ્મિકા મંદાનાએ કન્ન્ડ ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી. ત્યાર બાદ તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page