Only Gujarat

Bollywood

અમિતાભ બચ્ચનના વેવાઈના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ પૂરી કરાઈ

મુંબઈ: અમિતાભ બચ્ચનના વેવાઈ અને ઋષિ કપૂરની બહેન ઋતુ નંદાના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ ગુરુવારે પૂરી કરવામાં આવી હતી. મામા અભિષેક બચ્ચન સાથે ઋતુ નંદાના પૌત્ર અગત્સ્ય અને પૌત્રી નવ્યા નવેલી નંદાએ હરિદ્વારના વીઆઈપી ઘાટ પર દાદીની અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. નંદા પરિવારના તીર્થ પુરોહિત મહેન્દ્ર અલ્હડે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાનથી અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરાવડાવ્યું હતું. અસ્થી વિજર્સન વખતે નવ્યા નવેલી ભાવુક થઈ ગઈ હતી.


નોંધનીય છે કે ઋતુ નંદાનું દિલ્હીમાં 14 જાન્યુઆરીએ મોડી રાત્રે નિધન થયું હતું. તેમના વેવાઈ અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા દ્વારા આની જાણકારી આપી હતી. ઋતુ નંદાના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ વિદાઈમાં અમિતાભ બચ્ચન વહુ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે પહોંચ્યા હતા.

ઋતુ નંદાના નિધન પાછળનું કારણ તેમની કેન્સરની બીમારી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમને આ બીમારી અંગે 2013માં ખબર પડી હતી અને ત્યારથી તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. તેમનો જન્મ 30 ઓક્ટોબર, 1948માં મુંબઈમાં થયો હતો. ઋષિ કપૂર, રણધીર અને રાજીવ કપૂર તેમના ભાઈ છે. ઋતુના લગ્ન એસ્કોર્ટ્સ ગ્રુના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજન નંદા સાથે થયા હતા. જેમનું બે વર્ષ પહેલાં નિધન થયું હતું. ઋતિ નંદાની છેલ્લી ક્ષણો વખતે તેમનો પુત્ર નિખિલ નંદા, પુત્રી નાતાશા અને પૌત્ર-પૌત્રીઓ તેમની સાથે હતા.

ઋતુ નંદા એન્ટરપ્રેન્યોર અને લાઈફ ઈન્શ્યોરન્સ બિઝનેસ સાથે જોડાયેલા હતા. ઋતુ નંદાનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સામેલ છે. તેમના નામે એક દિવસમાં 17 હજાર પેન્શન પોલીસી વેચવાનો રેકોર્ડ છે.

You cannot copy content of this page