‘કહીં પ્યાર ના હો જાએ’માં સલમાન સાથે જોવા મળ્યો હતો નવો ‘સોઢી’, જુઓ તસવીરો

સબ ટીવીના પૉપ્યુલર કૉમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નવા મિસ્ટર સોઢી એટલે કે બલવિંદર સિંહ સુરીની એક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેઓ કિરદાર સાથે ન્યાય કરી રહ્યા છે જેનાથી તેમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. બલવિંદર સિંહ સુરી બૉલીવુડમાં પણ ખૂબ જ સક્રિય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેઓ 1994માં બોલીવુડમાં એક્ટિવ છે. આવો જાણીએ તેમની સાથે જોડાયેલી વાતો…

શાહરુખ સાથે કરી ચુક્યા છે કામ
બલવિંદર સિંહ સુરી બોલીવુડમાં પણ ખૂબ જ સક્રિય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 1994થી તેઓ બોલીવુડમાં એક્ટિવ છે. તેમણે શાહરુખ ખાન સાથે ‘દિલ તો પાગલ હૈ’માં કામ કર્યું છે. આ ફિલ્મમાં તે શાહરુખ ખાનના મિત્ર બન્યા હતા. આ સિવાય તેણે શાહરુખ સાથે ‘રબ ને બના દી જોડી’માં પણ કામ કર્યું.

બલ્લૂના નામથી બોલાવે છે
બલવિંદરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આજે પણ શાહરુખ ખાન તેમને બલ્લૂ નામથી પણ બોલાવે છે. તમને જણાવી દઈએ કે દિલ તો પાગલ હૈમાં પણ તેમનું નામ બલ્લૂ છે. તેઓ જણાવે છે કે માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર પણ તેમને બલ્લૂના નામથી જ બોલાવે છે.

આ ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ
બલવિંદરે બીજી પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેવી કે બાદલ, લોફર, સાજન ચલે સસુરાલ, ધમાલ વગેરે. તેમણે સની દેઓલની ફિલ્મ ઈન્ડિયનમાં જબરદસ્ત ભૂમિકા નિભાવી હતી. તે સલમાન ખાન સાથે પણ કામ કરી ચુક્યા છે. 2000માં આવેલી ફિલ્મ કહીં પ્યાર ન હો જાએમાં તેણે સલમાન ખાન અને રાની મુખર્જી સાથે કામ કર્યું હતું.

આવી રીતે થઈ નાના પડદા પર શરૂઆત
તેમણે 2010માં શરૂ થયેલા ધારાવાહિક ‘મિસેઝ ઔર મિસ્ટર શર્મા ઈલાહાબાદ વાલે’થી ટીવી જગતમાં કદમ રાખ્યું હતું. તારક મેહતા શો સાથે જોડાઈને બલવિંદર ખૂબ જ ખુશ છે. કેટલાક દિવસો પહેલા ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, ‘આ શો રામાયણ અને મહાભારત બાદ સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે’. તેમણે જણાવ્યું કે, ‘આ શો માટે લોકપ્રિય શબ્દ નાનો પડી જશે, આ એક આઈકૉનિક શો છે. રામાયણ અને મહાભારત બાદ, ટીવી પર તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા જ છે. મારા માટે આ આધુનિક સમયનું પુરાણ છે.’

બેંકર છે પત્નીઃ
બલવિંદર સિંહની પત્નીનું નામ સવિંદર સુરી છે અને તે એક બેંકર છે. તેમનો એક દીકરો પણ છે.