‘તારક મહેતા…..’ના સીરિયલના ‘ભીડે’ જીવે છે આવી લક્ઝૂરિયસ લાઈફ

મુંબઈઃ સબ ટીવી ચૅનલની સૌથી ફૅમશ સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ દર્શકોને ખૂબ જ પસંદ છે. આ સિરિયલના લગભગ દરેક એક્ટરને દર્શકો પતોના પરિવારના સભ્ય જેટલું જ માન-સન્માન આપે છે. આ સિરિયલમાં એક એવો જ રોલ છે આત્મારામ તુકારામ ભીડે એટલે કે મંદાર ચંદાવરકરનો.

આ સિરિયલમાં મંદાર ગોકુલધામ સોસાયટીના સેક્ટ્રરીનો રોલ પ્લે કરી રહ્યા છે. સિરિયલમાં તેમના ગરમ મિજાજ અને તીખી વાતોની સાથે જ નરન દિલ માટે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, મંદાર સિરિયલની શરૂઆતથી એટલે કે વર્ષ 2008થી છે.

એન્જીનિયર હતાં મંદાર
એક ઇન્ટરવ્યૂમાં દરમિયાન મંદારે કહ્યું હતું કે, ‘તેમને પહેલાં એન્જીનિયરિંગ કર્યું હતું અને વર્ષ 1997થી 2000 સુધી તે એન્જીનિયર તરીકે તેમણે દુબઈમાં કામ પણ કર્યું હતું, પણ મેકેનિકલ એન્જીનિયરિંગમાં તેમનું મન લાગતું નહોતું. એટલે તે પાછા મુંબઈ આવી ગયાં અને અહીં આવી તેમના પેશનને ફૉલો કરવાનું શરૂ કર્યું.’ થોડાં વર્ષ સંઘર્ષ કર્યાં પછી મંદારે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં ભીડેના રોલની ઑફર થઈ અને ત્યારથી મંદાર આ સિરિયલનો ભાગ છે. વર્ષ 2005માં તે મરાઠી સિરિયલ ‘દોન ફુલ એક ડાઉટફુલ’માં પણ કામ કરી ચૂક્યા છે.

મરાઠી ફિલ્મોમાં પણ કરી છે એક્ટિંગ
મંદારે માત્ર નાના પડદા પર જ નહીં પણ મોટા પડદા પર પણ કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મંદારે ‘મિશન ચેમ્પિયન’, ‘દોઘાટ તીસરા આતા સગલા વિસરા’, ‘સાસૂ નંબરી જવાઈ દસ નંબરી’ અને ‘ગોલાવેરીઝ’ નામની મરાઠી ફિલ્મમાં કામ કર્યું છે. સાથે મંદારે થિએટરમાં પણ કામ કર્યું છે.

ભિડેના નામથી ઓળખે છે લોકો
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં મંદારે કહ્યું હતું કે, ‘મંદારના નામથી ઓછા લોકો અને આત્મારામ તુકારામ ભીડેના નામથી વધારે લોકો જાણે છે.’ તેમને જણાવ્યું કે, તેમના ઘરે લોન્ડ્રી બિલ પણ મિસ્ટર ભીડેના નામથી જ આવે છે અને તેમની સાચી લડત ભીડેથી મંદાર બનવાની છે. એક વેબસાઇટ મુજબ, મંદાર ‘તારક મહેકા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં એક એપિસોડ સૂટ કરવાના 80થી 90 હજાર રૂપિયા લે છે. સાથે જ તેમને જીમ કરવાનો પણ ખૂબ જ શોખ છે.