Only Gujarat

Bollywood

લાડલી વહુ એશને જોતા જ ઉત્સાહમાં આવી જતા સસરા બિગ બી, સાસુમાએ ખોલ્યું હતું આ રહસ્ય!

મુંબઈઃ બોલિવૂડના સૌથી ફૅમશ ઘરાણાની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન જન્મ 1 નવેમ્બર, 1973માં મેંગલોરમાં થયો હતો. ઓછા લોકો જાણે છે કે, ઐશ્વર્યા બાળપણમાં આર્કિટેક્ટ બનવાના સપના જોતી હતી, પણ મોટી થતાંની સાથે જ તેમને મૉડેલિંગ કરવાનું પસંદ કર્યું હતું. મૉડેલિંગની પહેલી ઑફર તેમને કૈમલિન કંપની તરફથી મળી હતી, ત્યારે તે 9માં ધોરણમાં ભણતી હતી. આ પછી તેમણે ઘણી એડ ફિલ્મોમાં કામ કર્યું અને સ્ટડી પણ ચાલુ રાખી. મૉડેલિંગ તરફ આગળ વધેલી ઐશ્વર્યાએ વર્ષ માં સુપર મૉડેલ કોન્ટેસ્ટ જીત્યો હતો. ફોર્ડ દ્વારા ઑર્ગેનાઇઝ આ કોન્ટેસ્ટને જીત્યા પછી ઐશ્વર્યા વૉગ મેગેઝિનની અમેરિકન એડિશનમાં ઐશ્વર્યાને સ્થાન મળ્યું હતું, વર્ષ 1993માં આમિર ખાન સાથે ઍડવર્ટાઇઝમાં આવી ઐશ્વર્યા પોપ્યુલર થઈ ગઈ હતી. તેમણે વર્ષ 1994માં મિસ વર્લ્ડનો એવોર્ડ જીત્યો હતો.

ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી ઐશ્વર્યા અને તેમના સસરા અમિતાભ બચ્ચન વચ્ચે ખાસ બૉન્ડિંગ છે. આ વાતનો ખુલાસો ખુદ ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચને કર્યો છે.

ઐશ્વર્યા રાય, બચ્ચન પરિવારની લાડકી વહુ છે. સસરા અમિતાભ સાથે તેમનું સારું બૉન્ડિંગ છે, આ વાત જણાવવાની જરૂર નથી. તે ઐશ્વર્યાને પોતાની દીકરી શ્વેતાની જેવી રીતે ટ્રીટ કરે છે.

જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે મતભેદના સમાચાર આવતાં રહે છે, પણ પબ્લિક પ્લેસમાં બધું બરાબર જોવા મળે છે.

અભિષેત જ્યારે ઐશ્વર્યાને ડેટ કરી રહ્યો હતો તે સમયે જયા બચ્ચન કરણ જોહરના ચેટ શૉમાં આવી હતી. વાત વર્ષ 2007ની છે જ્યારે જયાએ નેશનલ ટેલિવિઝન પર ઐશ્વર્યાના વખાણ કર્યાં હતાં.

જયાએ કહ્યું હતું કે, ‘તે ખૂબ જ સુંદર છે અને હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું. તે મોટી સ્ટાર છે અને પરિવારમાં ખૂબ જ સારી રીતે ફિટ થઈ ગઈ છે.’

જયાએ એમ પણ કહ્યું હતું કે, ‘કેવી રીતે ઐશ્વર્યાએ તેમના ઘરમાં દીકરી શ્વેતાની કમીને પૂરી કરી.’ તેમણે કહ્યું કે, ‘અમિતાભ, ઐશ્વર્યાને જોઈ ખૂબ જ ખુશ હોય છે.’

જયાએ એમ પણ કહ્યું હતું કે, ‘કેવી રીતે ઐશ્વર્યાએ તેમના ઘરમાં દીકરી શ્વેતાની કમીને પૂરી કરી.’ તેમણે કહ્યું કે, ‘અમિતાભ, ઐશ્વર્યાને જોઈ ખૂબ જ ખુશ હોય છે.’

ફિલ્મ ‘ગુરુ’ના શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચને ઐશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. વર્ષ 2007માં બંનેના લગ્ન થયાં અને તે બચ્ચન પરિવારની વહુ બની. તેમને એક દીકરી છે, જેનું નામ આરાધ્યાં છે.

ઐશ્વર્યા રાયે સાઉથની ફિલ્મ ‘ઇરુવર’ 1997થી એક્ટિંગ કરિયર શરૂ કર્યું હતું, આ ફિલ્મને મણિરત્નમે ડિરેક્ટ કરી હતી. તેમની પહેલી બૉલિવૂડ ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’(1999) છે. આ ફિલ્મના ડિરેક્ટર રાહુલ રવૈલ હતાં. ઐશ્વર્યા રાયે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ (1999)થી ઓળખ મળી હતી. આ ઉપરાંત ઐશ્વર્યા રાયે ‘દેવદાસ’(2002), ‘ધૂમ 2’ (2006), ‘ઉમરાવ જાન’ (2006), ‘ગુરુ’ (2007), ‘સરકાર રાજ’ (2008), ‘હમારા દિલ આપકે પાસ હૈ’ (2002), ‘મોહબ્બતે’ (2002), ‘તાલ’ (1999), ‘આ અબ લૌટ ચલે’ (1999), ‘જોધા અકબર’ (2008) સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page