Only Gujarat

Bollywood

આખરે કેમ ચાર-ચાર બહેનોએ પોતાના એકના એક ભાઈ સુશાંતને કેમ નહોતી બાંધી રાખડી?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં નવા-નવા ખુલાસા થઇ રહ્યાં છે. સીબીઆઇ, ઇડી અને એનસીબીની ટીમ આ કેસની તપાસ કરી રહી છે. આ સમયે સોશિયલ મીડિયા પર સુશાંતના કેટલાક ફોટો પણ વાયરલ થઇ રહ્યાં છે. આ ફોટોમાં તે ‘દિલ બેચારા’ના સેટ પર કોઇ યુવતી પાસે રાખડી બંધાવતા જોવા મળે છે. આ તસવીર પર પણ હાલ સવાલ ઉભા થઇ રહ્યાં છે કે, ચાર બહેન હોવા છતાં પણ સુશાંત અન્ય કઇ યુવતી પાસે રાખડી બંધાવડાવી રહ્યાં છે.

સુશાંત સિંહ રાજપૂતના નજીકના સગા સંબંધી જાણે છે કે, તે તેમના સંબંધોની કદર કરવાનનું ખૂબ જ સારી રીતે જાણે છે. સોશિયલ મીડિયા પર વાયરલ બધા જ વીડિયો અને તસવીર આ વાતનો પુરાવો પણ આપે છે. આ બધા જ વચ્ચે તેમની એક નવી તસવીર સામે આવી છે, જેમાં સુશાંત ચાર બહેનો સિવાય એક અન્ય યુવતીના હાથે રાખડી બંધાવડાવી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થયો છે. તેના વિશે જણાવવામાં આવ્યું છે કે, આ સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’નો સેટ છે. ‘દિલ બેચારા’ સુશાંતની અંતિમ ફિલ્મ હતી. જે તેના સુસાઇડ બાદ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઇ હતી. તો ચાલો આપને જણાવી દઇએ કે ‘દિલ બેચારા’ના સેટ પર સુશાંતને રાખડી બાંધતી આ યુવતી કોણ છે?


ઉલ્લેખનીય છે કે આ તસવીર સુશાંતની ચાર બહેનો શ્વેતા, મીતુ, નીતુ કે પ્રિયંકામાંથી કોઇની નથી. સુશાંત સિંહ રાજપૂતને ફિલ્મના સેટ પર રાખડી બાંધનાર યુવતી મુકેશ છાબડાની બહેન મમતા છે. મુકેશની છાબડાની બહેન મમતાએ સુશાંત સિંહ સાથેની આ ખૂબસૂરત ઘડીઓને યાદ કરતા તે સમયની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.


ફિલ્મ ‘દિલ બેચારા’ના સેટ પર સુશાંતને રાખડી બાંધનાર મુકેશ છાબડાની બહેન મમતા છે. મુકેશ છાબડાની બહેને રાખડીની આ ખૂબસૂરત ઘડીઓ યાદ કરતા કેટલાક ફોટો શેર કર્યાં છે. સુશાંતની આ ફોટોને શેર કરવા માટે તેમના ફેન્સે તેમનો આભાર માન્યો છે. મમતાએ ફોટો શેર કરતાં લખ્યું છે. મે મારા રાખી ભાઇને ગૂમાવી દીધો છે. જે મારા સગા ભાઇથી પણ વિશેષ હતો. મમતાએ ઇમોશનલ પોસ્ટ કરતા લખ્યું છે કે, દિલ હજું પણ માનવા તૈયાર નથી કે, તું નથી પરંતુ જ્યાં પણ હશે તું સારી સ્થિતિમાં જ હોઇશ .

ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તીનો આરોપ છે કે સુશાંતના તેમનો પરિવાર અને તેમની બહેન સાથે સારા સંબંધ ન હતા. જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી તસવીર આ આરોપોને ખોટા સાબિત કરે છે.

You cannot copy content of this page