Only Gujarat

FEATURED International

વિદ્યાર્થીઓ માટે કોરોનાગ્રસ્ત પ્રોફેસરે લીધા ઓનલાઈન ક્લાસ પણ અચાનક જ ચઢ્યો શ્વાસ ને…..

બ્યૂનસ આયર્સઃ કોરોના વાયરસે આખી દુનિયાનની દશા અને દિશા બદલી નાખી છે. આ અર્દશ્ય માનવજાતના શત્રુએ દુનિયાના દેશામો વિનાશ વેર્યો છે. ભારતમાં જ રોજ હજારોની સંખ્યામાં નવા કેસ નોધાય છે. તો મૃતક આંક પણ દિવસે દિવસે વધી રહ્યો છે. આ એક સૂક્ષ્મ વાયરસે આખી દુનિયાને બાનમાં લીધી છે. કોરોના કારણે અનેક પરિવારે તેમના સ્વજન ગૂમાવ્યાં છે. આ કોરોના કાળમાં એવી અનેક કહાણીઓ હશે, જે હૃદયદ્વાવક અને હૃદયસ્પર્શી છે. આવી જ એક કહાણી મહિલા પ્રોફેસરની છે. કોરોના કારણે જેની જિંદગીનો અંત આવી ગયું. જો કે આ મહિલા પ્રોફેસર સંક્રમિત હોવા છતાં અનેઅસ્વસ્થ હાલતમાં ઓનલાઇન ક્લાસ લઇ રહી હતી. ઓનલાઇન ક્લાસ દરમિયાન તેમની જિંદગી ઓફલાઇન થઇ ગઇ. તેની ખબર જ ના રહી.


વીડિયો મીટિંગ એપ ઝૂમ પર ક્લાસ લેતી વખતે એક મહિલા પ્રોફેસરની અચાનક જ તબિયત ખરાબ થઇ ગઇ અને તેમનું મૃત્યું થઇ ગયું. પ્રોફેસર છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસથી સંક્રમિત હતી. તેઓને કફની સમસ્યા હોવાા છતાં પણ ક્લાસ લઇ રહ્યાં હતા.

ઓનલાઇન ક્લાસ દરમિયાન જ જ્યારે વિદ્યાર્થીઓએ જોયું કે, તેમની હાલત ખરાબ થઇ રહી છે તો તેમણે એમ્બ્યુલન્સ મોકલવા માટે ઘરનું સરમાનું પૂછ્યું. પરંતુ આ સમયે તેમણે કહ્યું કે, હું નથી બોલી શકતી. આ ઘટના આર્જેન્ટિનાની છે. બુધવારે (બીજી સપ્ટેમ્બર) મહિલા પ્રોફેસરનું કોરોના વાયરસથી નિધન થઇ ગયું. ઓનલાઇન ક્લાસ દરમિયાન જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. પાઓલા ડીસોને નામની આ મહિલા પ્રોફેસરની ઉંમર 46 વર્ષની હતી.

Universidad Argentina de la Empresaની અધ્યાપિકાએ 4 અઠવાડિયા પહેલા જ જણાવ્યું હતું કે, તે હજુ સંપૂર્ણ સ્વસ્થ નથી. જો કે આ સ્થિતિમાં પણ તેમણે વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ લેવાનું નક્કી કર્યું,


યુનિવર્સિટીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા શોક વ્યક્ત કર્યો છે. અધ્યાપિકા છેલ્લા 15 વર્ષથી સરકાર અને આંતરરાષ્ટ્રૂય સંબંધિત વિભાગમાં સેવા આપી રહી છે. હાલ દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં દુનિયામાં કુલ 2.67 કરોડ કેસ નોંધાયા છે.

You cannot copy content of this page